________________
૧૧૮
પિરમાગમસાર-૨૨૦] પ્રસંગો, કોઈ ફેરફારો અગવડ અને સગવડનું કારણ બને ત્યારે ત્યાં ચોખું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, પૂરું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, એકુત એજ્ઞાન વર્તે છે, એમ જાણવું જોઈએ. - પણ સામાન્ય રીતે અગવડ-સગવડ તો થોડી ચાલતી હોય કે ન ચાલતી હોય ? વીતરાગ થયા હોય અને બીજી વાત છે. પણ અમે રહ્યાં સામાન્ય જીવો . સાધારણ જીવો ! (અમે) રાગી છીએ, સંસારી છીએ, ગૃહસ્થી છીએ, એમાં તો એવું બધું થાય જ ને ! (તો કહે છે) એવું બધું થાય જ ને, એમ કરીને, એ દોષને દઢતાથી પકડી રાખવો છે ? તો તે ઊંધો સિદ્ધાંત ગ્રહણ કર્યો છે, એમ એમાંથી આવે છે. તે ઊંધું એવું પકડી રાખ્યું છે કે એમાં તો વાંધો નહિ. એવું તો થયાં કરે. સામાન્ય ઇષ્ટ–અનિષ્ટપણું તો થાય) ! તીવ્ર રાગ-દ્વેષ આપણે ન કરીએ, તીવ્રપણે ઠીક-અઠીક ન કરીએ. ચલાવી લઈએ. પણ ઠીક-અઠીકપણું બિલકુલ અંદરમાં થાય નહિ, ઇ કેમ બને ? એક રસોઈ જેવામાં) સામાન્ય - બરાબર બનતું હોય એનાથી ફેરફાર થાય, કે આજે કાંઈક વધારે સારું થયું અથવા આજે કાંઈક બરાબર નથી થયું - (તો) તરત ઇષ્ટ–અનિષ્ટપણું થઈ જાય છે. રોટલી સરખી ચડી ન હોય (તો અનિષ્ટપણું કરે). આ ઠીક છે અને આ અઠીક છે. આ ઠીક છે અને આ અઠીક છે, એવું ઠીક-અઠીકપણું (માની રાખ્યું છે).
પ્રશ્ન :- તકલીફ પડે ને થોડી ?
સમાધાન :- તકલીફ શું પડે કહો ! સમજાવો મને. એમાં તકલીફ તમને શું પડે છે ? સમજાવો ! એમાં કોઈ તકલીફ પડતી હોય એવું અમને તો સમજાતું નથી. શું તકલીફ પડે છે ? હેં ? કાંઈ તકલીફ નથી પડતી. તને જ્ઞાનમાં તે જે છે, જેમ છે તેમ જણાય છે. તે આત્મા છો, તું જ્ઞાનસ્વરૂપી છો. તને જે જેમ છે તે તેમ જણાય છે, (એ) સિવાય તને શું એ તકલીફ આપે છે ? એ જ્ઞાનને શું તકલીફ ઊભી કરે છે ? પણ હું જાણનાર જ્ઞાનસ્વભાવી, જ્ઞાન સ્વરૂપી છું, જીવ એ ભૂલ્યો છે, સ્વરૂપને ભૂલ્યો છે એટલે દેહ સ્વરૂપે છું - (એટલે કે ભગવાન જડરૂપે થયો છે, એવી ભ્રાંતિમાં,
એ ઠીક-અઠીકપણાની કલ્પના કરે છે. એ કલ્પિત છે - વાસ્તવિક નથી પણ (કલ્પિત છે, એમ કહેવું છે. આવો વિષય છે. ત્યાં એને જાગૃત રહેવાની જરૂર છે. આમાંથી એ નીકળે છે, કે તમામ ઉદયના પ્રસંગે એને જાગૃત