________________
કહાન રત્ન સરિતા
૧૧૭
છે કે એણે ભગવાન આત્માને દેહ-સ્વરૂપે કલ્પ્યો છે, માન્યો છે. ભલે દેહરૂપે થતો નથી. પણ ચોખ્ખી વાત એની આ છે કે એ પોતે પોતાના આત્માને દેહ-સ્વરૂપે માનીને ચાલે છે . પરિણમે છે. બહુ મોટું નુકસાન છે. ૫૨૫દાર્થમાં આત્મ-સ્વરૂપની બુદ્ધિ થવી એ પરિભ્રમણદશા પ્રાપ્ત કરવાનું કારણ છે.
પ્રશ્ન :- આ વાત બધે લાગુ પડે છે ?
સમાધાન :- બધે ! ક્યાંય પણ ઇષ્ટ-અનિષ્ટપણું થવાનો એક (પણ) પદાર્થ જગતમાં નથી. જગતમાં (એવો) કોઈ પ્રસંગ નથી, કોઈ પ્રકાર નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ફેરફારો એવા નથી. તમામ પદાર્થો પર્યાયથી પર્યાયાંતર થઈ રહ્યાં છે, એમાં કોઈ એવો પ્રકાર નથી કે જેમાં આ આત્માને ઇષ્ટઅનિષ્ટપણું કરવું પડે અથવા કરવા યોગ્ય છે. આમ પરમાર્થ છે.
મુમુક્ષુ :- આપણો નંબર તો એમાં જ આવી જાય છે !
પૂજ્ય ભાઈશ્રી :- બધાં એમાં જ આવે. એક જ્ઞાની સિવાય, જ્ઞાતા-દૃષ્ટા રહેનાર સિવાય બધાં આમાં આવે છે, આમ છે. ક્યાંય (પણ) આ ઠીક છે અને આ અઠીક છે (એ) શેના આધારે નક્કી કર્યું તે ? એનો આધાર શું છે ? કોને ઠીક છે ? તને ઠીક છે ? કે તને અઠીક છે ? કોઈ પરપદાર્થ તને ઠીક-અઠીક હોવો, એ કઈ રીતે તું માપે છે ? કઈ રીતે નક્કી કરે છે ?
તને આત્મશાંતિ થાય તો તારા પરિણામમાં તે શાંતિ ઠીક છે. તને આત્મામાં પરિણામમાં અશાંતિ થાય તો તને અઠીક છે, એ વાત ઠીક છે. પણ બીજાં પદાર્થોના ફેરફારથી તારી શાંતિ અને અશાંતિને શું સંબંધ છે ? એ કોઈ તને અશાંતિ કરાવતું નથી (કારણ કે) તને સ્પર્શતું નથી. તારામાં આવતું નથી, તું એનામાં જાતો નથી, તું એને સ્પર્શતો નથી, તેથી તે પદાર્થો તને ન તો અશાંતિનું કારણ છે કે ન તો શાંતિનું કારણ છે.
બીજાં જીવોના પરિણામ વિપરીત કે અવિપરીત હોય તે તેને શાંતિઅશાંતિનું કારણ છે. તને નહિ, પોતાને નહિ. કોઈ બીજા જીવોના અનિષ્ટ પરિણામો છે તો તેને તે અશાંતિનું અને દુઃખનું કારણ છે. આ આત્માને પોતાન તો નહિ, જાણનારને તો નહિ અને તેના પરિણામ જો અવિપરીત હોય તો તેને તે શાંતિનું કારણ છે, આ આત્માને નહિ.
એટલે બીજા કોઈ જીવના કે બીજા કોઈ જડના, કોઈ પર્યાયો, કોઈ