________________
૧૦૬
[પરમાગમસાર-૨૧૪]
એ વિષયને પણ ત્યાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. બહુ રહસ્યવાળો વિષય
છે.
કહે છે કે એ રીતે અભિપ્રાય બદલવો જોઈએ અને એ પ્રકારે જીવન બદલવું જોઈએ. ૨૧૪ (પૂરો) થયો.
**
જ્ઞાન સ્વયંનું અવલોકન કરે અર્થાત્ સ્વયંના અનુભવ ઉપર ઉપયોગ લાગે, કે જેથી પરપ્રવેશભાવ મિથ્યા લાગે - પર / રાગના વેદનરૂપ અધ્યાસ / ભૂલ ભાસે, તો ભૂલ ભાંગે, અનુભવ સંબંધી ભૂલ મટે. સાચી સમજણ આ પ્રકારે થવી ઘટે છે. સ્વરૂપ-નિશ્ચય અર્થે સ્વભાવને શોધવાના ઉદ્દેશ્યપૂર્વક અવલોકનનો પ્રયોગ - અભ્યાસ હોવો . થવો આવશ્યક છે.
સૂક્ષ્મ અનુભવદૃષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનાં અવલોકનમાં પ્રસિદ્ધ / પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, સ્વભાવની નિર્વિકલ્પતા, પ્રત્યક્ષતા, નિર્વિકારતા આદિ ભાસે છે. અનંત સુખાદિ અનંત સામર્થ્યના અસ્તિત્વ ગ્રહણથી સ્વરૂપ મહિમા ઉમટી પડે છે, અત્યંત આત્મરસને અહીં સુધારસની સંજ્ઞા મળે છે. તદુપરાંત સ્વસમ્મુખી પુરુષાર્થ શરૂ થાય છે. . આ સ્વરૂપ નિશ્ચયની વિધિ અને યથાર્થ પરિણમન છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી - સર્વ પરિણામો સ્વરૂપ લક્ષે જ થાય છે. પરિણામોમાં શુભાશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ કોના ઉપર છે ? તદ્નુસાર આરાધના - વિરાધનાનો આધાર છે. સ્વાનુભવ, સ્વરૂપના ઉક્ત નિશ્ચય સાથે પ્રતિબદ્ધ છે. —પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની−૮૯૬)