________________
૧૧૨
પિરમાગમસાર-૨૧૬] એમ ન થાય એણે વિસામો કરી લીધો, વિસામામાં કાળ ગાળ્યો. આયુષ્ય પૂરું કરતો જાય છે. મૃત્યુની સમીપ પ્રતિક્ષણે નજીકને નજીક જતો જાય છે. - દુનિયાના આંકથી આ જુદો આંક છે. ગુરુદેવશ્રી દૃષ્ટાંત આપતા ત્યારે એમ કહેતા, કે દીકરા પ્રત્યે મા જોવે છે ત્યારે એમ જોવે છે કે મારો દીકરો રોજ મોટો થતો જાય છે. એક વર્ષનો થયો, બે વર્ષનો થયો, પાંચ વર્ષનો થયો, પચ્ચીસ વર્ષનો યુવાન થયો. તો કહે છે કે પણ ભાઈ ! એ આયુષ્યમાં નાનો થતો જાય છે. આમ ઉંમરમાં વધતો જાય છે પણ આયુષ્યમાં એ ઘટતો જાય છે. એ રોજ મૃત્યુની સમીપ ચાલે છે એનો એને વિકલ્પ આવતો નથી ! એનો વિચાર નથી આવતો ! આત્માર્થી જીવનું એક લક્ષણ છે, અનેક લક્ષણ છે એમાંથી આ એક લક્ષણ છે કે એને સમયની બહુ કિંમત હોય, એની પાસે જાણે બહુ ઓછો સમય છે અને કામ ઘણું કરવું છે, એટલે ફાલતું સમય એની પાસે નથી. આ એનું એક લક્ષણ છે.
સત્તર વર્ષની ઉંમરે સમ્યદર્શન ન થયું તો બહેનશ્રીને એમ લાગતું હતું કે અરે...! સત્તર-સત્તર વર્ષ થઈ ગયા ઉંમરમાં ! અને હજી ધર્મની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિ નથી, કાલ સવારે પચ્ચીશ થઈ જશે ! હજી વિચારધારા ઉપડ્યું વર્ષ - બે વર્ષ થયું છે, પણ મોડું થાય છે અને ઝડપથી કામ કરવું જોઈએ, એ પ્રકારનું વલણ, પરિણમનમાં એ પ્રકારનું વલણ આવ્યાં વિના રહે નહિ. આ પરિસ્થિતિ હોય છે.
પંદર વર્ષે જે સૂઝયું, એ તો બાળપણમાં સૂઝી જવું જોઈતું હતું, એમ ત્યાં લાગે ! ઠીક ! હજી તો કુમાર અવસ્થા હોય છે. એ પણ મોડું થયું છે એમ લાગે છે. એ તો ગળથુથીમાં જાણે મળવું જોઈતું હતું. આત્માના સંસ્કાર તો જાણે કોઈ ગળથુથીમાં આપે તો એટલું વહેલું મળવું જોઈએ, આ તો ઘણું મોડું થઈ ગયું ! એને શીઘ્રતાથી - ત્વરાથી કામ કરવાનો જે પ્રકાર આવે છે એ એનું જે ધ્યેય છે એમાં એને નિષ્ફળ થવા દેતો નથી. એ એનું બહુ સારું લક્ષણ છે.
જે પ્રમાદમાં કાળ ગાળે છે, એને એમ થાય છે કે, ઠીક છે ! આપણે કરીએ તો છીએને કાંઈક ! સાવ નથી કરતાં એવું થોડું છે ? રોજને રોજ કાંઈક તો કરીએ જ છીએ. પછી બીજું શું કરીએ આપણે ? શક્તિ છે એટલું કરીએ છીએ. (અહીંયા) કહે છે કે એને મોડું થાય છે એ પ્રકાર ઊપડ્યો