________________
૧૦૪
[પરમાગમસાર-૨૧૪]
નહિ. એ પરિણામ થવા પાછળ આ જીવનો અભિપ્રાય શું હતો ? આ વાત ફરી ફરીને વિચારીને, મંથનમાં લઈને, ઊંધાં અભિપ્રાયને એણે તોડી નાખવો જોઈએ, ઊંધાં અભિપ્રાયને એણે બદલવો જોઈએ અને એ ઘણાં મંથનથી બદલવું થાય છે.
vid
આખું શ્રદ્ધાનું બદલવું આ અભિપ્રાયના બદલવા પૂર્વક થાય છે. એટલે પૂર્વની શ્રદ્ધા પણ એણે ત્યાં તોડવાનું કાર્ય થાય છે, અને જ્યારે પૂર્વની શ્રદ્ધા એને તોડવાનું કાર્ય થાય છે ત્યારે એને જે ઊંધું બળ આપ્યું હોય છે એ બળ પણ તૂટે છે. ઊંધી દિશાનું બળ જાય છે એ પણ એને તૂટે છે. એમાં થોડુંક એને એમ લાગે છે કે આ અઘરું છે, આ મહેનત પડે છે, આમાં અંદરમાં પરિશ્રમ પડે છે, એવું લાગે, પણ ભલે એ પરિશ્રમ અને મહેનત પડે. એને દર્શન-પરિષહ કહ્યો છે. શાસ્ત્રમાં એને ‘દર્શન-પરિષહ’ કહ્યો છે. અંદરમાં શ્રદ્ધા ફેરવવામાં એને આકરું પડે તો ભલે એ લાગે, પણ એને પોતાના આત્માને તારવો છે, તો એણે બરાબર દૃઢ સંકલ્પથી એ કાર્યમાં આગળ વધવું જોઈએ.
આ જે વિચાર છે ને, પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ સંબંધીનો? (એ વિષયમાં) એક વિચાર આવ્યો હતો કે સામાન્ય રીતે જીવની અનાદિથી વિપરીત અભિપ્રાયપૂર્વક કામ કરતી જે બુદ્ધિ છે, એ બુદ્ધિ ઘણી જિજ્ઞાસામાં અને ઘણી આત્મહિતની લગનીમાં કાંઈક મધ્યસ્થતા ધારણ કરે છે. એ એના અંતરંગ પરિણામનો વિષય થયો. બહારમાં કોઈ સત્પુરુષનો યોગ થાય અને એના પ્રત્યે એને અહોભાવ થાય, કે અરે..! આ કાંઈ કહેશે અને એમાંથી જો મને ગ્રહણ થશે, એ જે કહેવા ધારે છે એ હું ગ્રહણ કરીશ તોપણ મારું હિત થવાનો એક અસાધારણ પ્રસંગ છે ! ત્યાં પણ એ પ્રકાર ભજે છે. જ્ઞાનનો બુદ્ધિનો જે વિપર્યાસ છે એ હળવો થવો, એનું આ એક મહત્ત્વનું પડખું છે. એટલે પણ શાસ્ત્રમાં સત્પુરુષના સમાગમનો વિશેષ વિશેષ મહિમા મુમુક્ષુને બતાવવામાં આવ્યો છે. આ એક પ્રકાર છે કે અહીંયા સહેજે એવું બને છે. અહીંયા એ પ્રકારની લગની આવવી અને એ પ્રકારની અપૂર્વ જિજ્ઞાસા આવવી, એના કરતાં આ વધારે સહેલો પ્રકાર છે, એમ ગણીને પણ ત્યાં મુમુક્ષુને દોરવણી આપવામાં આવે છે કે તું સત્સમાગમ કર ! સત્સમાગમ કર ! એ પણ એક પ્રકાર છે. કેમકે વિપર્યાસ અનાદિનો છે,
t