________________
કહાન રત્ન સરિતા
૭૩
છે !
એટલે આપો આપ એને વગર માગે (મળી જાય છે) ! કેમકે એ તૈયાર થઈને બેઠો છે. જે જીવ જ્ઞાનીના મહિમામાં બેઠો છે એ તૈયાર થઈને બેઠો છે. (એને એમ ભાસે છે કે) આ તો એક તરવાનું ઊંચામાં ઊંચું નિમિત્ત ક્યારે એ શું કહેશે ? એ લેવા એ તલપાપડ થયો છે ! મહિમામાં આવી ને ! એટલે ક્યાંય પણ વચન સરે છે, જ્ઞાનીના શ્રીમુખેથી વચન સરે છે, એ પકડવા માટે એની યોગ્યતા થઈ જાય છે - મહિમાને કારણે !! અને બીજો માગે ને વચન નીકળે, પણ અહીંયા એ ચડે નહિ, એની અસ૨ ચડે નહિ. કેમકે એણે તૈયારી કરી નથી.
→
એટલે એની (જ્ઞાની પ્રત્યેની બહુમાનની) એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના (જ્ઞાન ચડતું નથી). જ્ઞાનીને અપેક્ષા નથી, (પરંતુ) એની એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના એને જ્ઞાનીના જ્ઞાનમાંથી જે કાંઈ બહાર આવે છે એ ગ્રહણ કરવાનો અવસર જ હોતો નથી. એ પરિસ્થિતિ બરાબર સમજવી જોઈએ. નહિતર કોઈ રીતે, ભલે ગમે એટલાં વખત સાંભળ્યાં કરે, પણ એને એની કોઈ અસર આવે નહિ.
(હવે અહીંયા કહે છે) ‘....કાં પોતે ક્યાં અટકે છે તેની ખબર નથી.....' સમજાય છે બધું પણ અટકવાનું ક્યાં બને છે ? એની એને પોતાને જ ખબર નથી ! હવે હું ક્યાં અટકું છું ? મને ક્યાં અધિકપણું સેવાય છે ? આત્મા સિવાય બીજે અધિકપણું રહેતાં આત્મરસ ઉત્પન્ન થતો નથી,ચૈતન્ય ટસ ઉત્પન્ન થતો નથી અને પરરસ એમનો એમ અનાદિનો જળવાયેલો ચાલુ ને ચાલુ રહે છે. આ પરિસ્થિતિ છે, એની એને પોતાને ખબર નથી. પોતે
ક્યા અટકે છે તેની તેને ખબર નથી. એ વગેરે અનેક કારણો છે. વિભિન્ન પ્રકારની યોગ્યતાવાળા જીવોને (વિભિન્ન કારણો હોય છે), (પરંતુ) આ ત્રણ તો મુખ્ય વાત લઈ લીધી કે પરમાં અટકે છે, રાગમાં અટકે છે અથવા તો ક્યાં અટકે છે એની એને ખબર જ નથી. એવી એને સ્થૂળતા આવી જાય છે. અટકવાનું સ્થાન તો સ્વને છોડીને ક્યાંય ને ક્યાંય ૫૨ અને રાગ છે, બીજું તો કોઈ છે નહિ. એ વગેરે અનેક ભેદે જીવો અંતરમાં પ્રવેશ કરી શકતા નથી.
તેથી અંતરમાં જઈ શકતો નથી.’ જે અંતર્મુખ થવું છે, સ્વ સન્મુખ થવું છે એના માટે જે કાંઈ એને કરવું ઘટે એ નથી થતું એનો અર્થ કે કંઈક
.