________________
કહાન રત્ન સરિતા
૮૭ સમાન સદા પદ મેરો સદા એટલે ક્યારે ? કે ત્રણે કાળે, અત્યારે પણ. એવું જે પોતાનું નિજપદ છે એનું વિસ્મરણ કરવું એને ભૂલી જવું, એના અભાનમાં અને હું માણસ છું કે જે તે પર્યાયને પ્રાપ્ત છું, તે પર્યાયપણે માનીને, તેના સભાનમાં મોટી વિપદા ઊભી થાય છે. ચારગતિનું પરિભ્રમણ એની અંદર રહેલું છે. એમાં સર્વ કાળે દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. કોઈ કાળે દુઃખ નથી એવું નથી. તેથી તે જ મોટી વિપદા છે, અને જેને ચૈતન્યનું સ્મરણ થયું તે ખરેખર સાચી સંપદા છે.
અહીંયા (ચૈતન્યનું) સ્મરણ એટલે માત્ર રટણ કરે, સંભારીને રટણ કરે અથવા માળા કરે, નામસ્મરણ કહે છે ને ? એ નહિ. (પરંતુ) અંતર સાવધાનીથી અંદરમાં અભેદ અનુભવથી (ચૈતન્યને સ્પર્શે અથવા એના ભાનમાં રહે, તેને સ્મરણ કહે છે). જુઓ ! ભાન એક એવી ચીજ છે કે એને સ્મરણ કરવાની જરૂર નથી. સ્મરણ એની પાસે ઓછું પડે છે. હું માણસ છું. એનું સ્મરણ કરવું પડે છે ? મારું નામ ફલાણું રાખ્યું છે એનું સ્મરણ કરવું પડે છે? આવો - આવો હું છું, એનું સ્મરણ કરવું પડે છે ? કાળો છું, ધોળો છું, ઊંચો છું, નીચો છું, કાંઈ સ્મરણ કરવું પડે છે ? કે કાંઈ નહિ. એનું ભાન રહે છે, એ સ્મરણથી પણ વધારે છે. એમ જે ચૈતન્યનું ભાન છે એ સાગ્રી સંપદા છે. સ્મરણ અહીંયા ‘ભાનના રૂપમાં છે. જે ભાન ક્યારે પણ વિસ્મૃતિને પામતું નથી, ભાન છે અને સ્મૃતિ - વિસ્મૃતિની અપેક્ષા નથી. તેથી એમ કહેવાય છે) કે એની વિસ્મૃતિ થતી નથી. પણ ખરેખર તો સ્મૃતિ–વિસ્મૃતિની અપેક્ષા એમાં નથી.
આમ તો સ્મૃતિ–વિસ્મૃતિ એ મતિજ્ઞાનનો ભેદ છે. મતિજ્ઞાનના જે પાંચ ભેદ છે ને એમાં સ્મૃતિ' (છે) એ મતિજ્ઞાનનો ભેદ છે. તેથી આ જાતિસ્મરણને પણ મતિજ્ઞાનના ભેદમાં નાખ્યું છે. શ્રુતજ્ઞાનના ભેદમાં નહિ. સ્મૃતિનો ભેદ છે ને, એટલે એ મતિજ્ઞાનનો ઊઘાડ છે. જાતિસ્મરણ તે મતિજ્ઞાનનો ઊઘાડ
અહીંયા તો જે “ભાન' છે એમાં એકલું જ્ઞાન નથી. ભાનમાં તો શ્રદ્ધા પણ છે, ભાનમાં તો જ્ઞાન પણ છે અને ભાનમાં તો સ્વરૂપાચરણચારિત્ર પણ છે, સ્વરૂપ ભાનમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનું એકત્વ હોવાથી, ધર્માને છે ને આ સ્વરૂપનું ભાન ? એમાં દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન હોવાથી, એ