________________
૯૮
[પરમાગમસાર-૨૧૪]
એ વધારે સુવિધાયુક્ત છે.
એટલે જો એ નિર્ણય કરે કે મારે આ કાર્ય કરવું જ છે, તો એ અભિપ્રાય બદલવો સહેલો છે અને નહિતર એ અભિપ્રાય બદલવો ઘણો અઘરો છે. એમ બન્ને ન્યાય લાગુ પડે છે. (વિશેષ આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું.
પ્રવચન-૧૦, તા. ૧૨-૪-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૦. - ૨૧૪ નંબરનો બોલ છે. બોલનો વિષય અભિપ્રાય સંબંધિત છે.
જીવ કોઈને કોઈ અભિપ્રાય રાખીને બેઠો છે અને એનો જે અભિપ્રાય છે તે અભિપ્રાયને આધારિત બાકીનું એનું પરિણમન છે. જોકે અભિપ્રાયમાં અનેકવિધ વિષયક અભિપ્રાય છે તોપણ અહીંયા મૂળ વિષય લેવો જોઈએ. કે મૂળમાં પોતાના વિશે અને ૫૨ના વિશેનો અભિપ્રાય શું છે ?
જે કાંઈ ગડબડ છે એ પોતાના સ્વરૂપને અન્યથા પ્રકારે અભિપ્રાયમાં રાખવાથી છે. જેમકે, હું મનુષ્ય છું અને માનવ તરીકેની મારી ફરજો મારે અદા કરવી જોઈએ. અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે હું એક આત્મા છું અને આત્માને જે ઉચિત પરિણામ છે, આત્માને જે ઉચિત વ્યવહાર છે, એ પ્રકારે મારું જીવન અને પરિણમન હોવું જોઈએ. મનુષ્યોચિત વ્યવહાર હોવો જોઈએ અને માનવધર્મ સમજવો જોઈએ - એમ કહેતાં સર્વસાધારણને બહુ અનુકૂળ પડે છે કે આ વાત સારી છે. પણ ખરેખર પરમાર્થના પ્રકરણમાં એ વાત પ્રતિકૂળ છે. અનુકૂળ તો નથી પણ પ્રતિકૂળ છે. ભલે એમાં સત્કાર્યો કરવાનો વિષય ચાલતો હોય પણ મૂળમાં અભિપ્રાય ઊંધો (ઘૂંટાય છે) કે હું માણસ છું... હું માણસ છું... હું માણસ છું. હું આત્મા છું એના બદલે માણસ છું, એ ચાલે છે.