________________
[પરમાગમસાર-૨૧૪]
૯૬
ઘણી વાતો આવી છે. એ આ બધી સિદ્ધાંત જેવી વાત છે.
(કહે છે કે) અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે.' જોજે ભાઈ ! એ અનુસાર તારું જીવન (ચાલશે) - અભિપ્રાય અનુસાર ચાલશે. નાની-મોટી દરેક વાતમાં, જે—જે વિષયમાં જે—જે પ્રકારે અભિપ્રાય બાંધી લ્યે છે, બસ ! એના પરિણામની ચાલ છે એ એના ઉપર છે. અહીંયા પણ એમ નથી થતું ? ઘરે જવું હોય, તો એક નક્કી કરી નાખ્યું કે ઘરે જવું છે, પછી વાતો કરતો, આડુઅવળે જોતો ગમે એમ ચાલે નહિ - એ ઘરે જ પહોંચે છે. કારણ શું છે ? છપ્પનસો વિચાર રસ્તામાં કરશે, હજાર માણસોનો અને વાહનોનો Traffic - રસ્તામાં આવશે અને વાતોમાં આમ લાગી ગયા હોય, ૨-૪ જણા સાથે હોય તોપણ એ ઘર બાજુ જ ચાલે છે. એને અભિપ્રાય શું કામ કરે છે ! એક સામાન્ય વાતમાં પણ નિર્ણય અનુસાર, અભિપ્રાય અનુસાર જેનો વિકલ્પ ઊઠાવ્યાં વિના આટલી પ્રવૃત્તિ ચાલે ! (એમ અહીંયા જો) એને પરમ સત્યનો અભિપ્રાય થઈ જાય, પરમ સત્ય એના અભિપ્રાયમાં બેસી જાય, એની પરિણતિ અસત્યને છોડીને, અસત્ય એવા જન્મ-મરણને પણ છોડીને એને સિદ્ધાલય સુધી પહોંચાડે છે ! એ પરમ સત્યનું સ્થાન ત્યાં છે, પણ મૂળ એનું અહીંયા છે. એના એ સત્ય અભિપ્રાયને શાસ્ત્ર પરિભાષા(માં) સમ્યક્દર્શન કહેવામાં આવ્યું છે. જેને સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન છે એનો અભિપ્રાય Guaranteed સત્ય છે. બીજાની ભૂલ થાય (કે) ભાઈ ! એ તો શાસ્ત્ર વાંચ્યું છે એ તો આમ જ કહેને ! (પણ) એમ ન ચાલે. એનો (યથાર્થ) અભિપ્રાય થઈ જવો જોઈએ. નહિતર જ્યાં સુધી એ દશા પ્રગટતી નથી ત્યાં સુધી કોઈપણ જીવને ગડબડ રહે છે.
એ જીવનું જીવન થઈ જાય છે, અભિપ્રાય અંદરમાં ઘર કરી જાય છે અને જે અભિપ્રાય નક્કી કર્યો હોય, એ બદલવાનો જ્યારે પ્રસંગ આવે, ત્યારે એને આખું જીવન બદલવું પડે એવું લાગે છે. માણસ વેપાર નથી ફેરવી શકતો. લોખંડનો વેપાર કરતો હોય એને એમ કહો કે તું હીરાનો (વેપાર) કર, એટલે એમ કહે કે આપણું કામ નહિ, આપણને ન ફાવે. શું છે કે જેનાથી એ ટેવાઈ ગયો છે (એ છોડીને) એને નવું કાંઈક (કરવાનું આવે ત્યારે) આખું બદલવું પડે એમ લાગે. નવું આવતાં આખું બદલવું પડે એમ લાગે. એટલે એક ભવમાં બે ભવ કરવાં જેવું લાગે છે. .(એ એમ જ