________________
૯૪
પિરમાગમસાર-૨૧૪] (એકાર્થ છે). એને એના માટે જે ગ્રહીને નક્કી કર્યું કે આ આમ જ, આ આમ જ . એ એનો અભિપ્રાય થઈ ગયો ને ! પછી એને એ રીતે જ જોવે. મહાન જ્ઞાની અને સંત હોય, પણ અભિપ્રાયમાં એમ નક્કી કર્યું હોય કે આનામાં કાંઈ નથી). એ એને તરવાની, સોના જેવી વાત મૂકે ! (તોપણ) એને રુચે નહિ, એનું ધ્યાન જાય નહિ, એનું લક્ષ જાય નહિ, એ સમજી શકે નહિ અને અજ્ઞાની હોય, મિથ્યાત્વને દઢ કરતો હોય પણ એમાં મહાનતા કલ્પી હોય; કુળગુરુમાં તો એમ જ થાય ને . આ અમારા ગુરુ છે એટલે મહાન છે ! તો એની કોઈપણ વાત સાધારણ હોય તો(પણ) એને એમ (થાય કે) આહા..! શું કહે છે આ..! શું કહે છે ! જુઓ તો ખરા ! બ્રહ્મ વાક્ય લાગે ! આ એનો અભિપ્રાય ઘર કરી ગયેલી ચીજ છે.
એટલે તો જ્ઞાનીઓ મુમુક્ષુને પહેલાં એ શિખામણ આપે છે કે, તમામ પ્રકારનો પૂર્વગ્રહ છોડીને અથવા સાદી ભાષામાં એમ કહે છે કે કોરી પાટી કરીને એકવાર તું આ સાંભળ ! જોકે કોરી પાટી થવી એટલી સહેલી નથી. પૂર્વે ગ્રહાયેલું મૂકવું એટલું સહેલું નથી. એ બહુ પુરુષાર્થે અને બહુ મથામણે અને બહુ મંથનથી છૂટે છે. પણ હળવો થઈ શકે છે જીવ ! એ પૂર્વગ્રહમાં, જો પૂર્વગ્રહની પકડમાં થોડી હળવાશ આવે, એટલે કુતૂહલ અને જિજ્ઞાસાથી એને હળવાશ આવે કે, જોઈએ તો ખરા શું કહે છે ? એ કહે છે એ બરાબર છે, સાચું છે કે ખોટું છે ? એમ તો તપાસીએ. એમ કરીને પણ જો કાંઈક એની યોગ્યતા તપાસવામાં જાય, પણ પૂર્વગ્રહ છોડીને ! - ખોટું જ કહે છે એમ રાખીને નહિ (પણ) નિષ્પક્ષપણે જો એને તપાસવામાં જાય તો એને સત્ય - અસત્યનો વિવેક થાય એવો મિથ્યાજ્ઞાનમાં પણ થોડો અવકાશ . જગ્યા રહેલી છે.
આમાં પાછળ એક બોલ લીધો છે. આમાં ૧૦૦૦ છે લ્યો ! ૧૦૦૮ બોલ છે ને એમાં છેલ્લેથી બીજો બોલ.
જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં.' ક્યાં લીધું ? આ અભિપ્રાયનું સ્થાન છે. અંતર વિચારનું સ્થાન છે એ અભિપ્રાયનું સ્થાન છે. એ ખાલી કરી નાખવું, એમ કહે છે. જિજ્ઞાસુજીવે જો સત્યનો અભિપ્રાય બાંધવો હોય; એમાં બીજી વાત ન લીધી, જિજ્ઞાસાવાળો (જીવ) લઈ લીધો. એનું વિશેષણ જિજ્ઞાસુ લીધું. એને “સત્યનો સ્વીકાર થવા