________________
૧૦૦
[પરમાગમસા૨-૨૧૪]
છે એ ઘર થઈ જાય છે એટલે એટલું એની અંદર મૂળથી પરિણમન (ફરે છે). એ ઉપર ઉપરનું (ફરતું નથી, પણ) અભિપ્રાયપૂર્વકનું પરિણમન છે એ મૂળથી ફરે છે. અભિપ્રાય વિનાનું પરિણમન છે એ ઉપર ઉપરથી ફરે છે. ઉપર ઉપરથી જે પરિણમન ચાલે છે એનાથી કોઈ જોઈએ એવું ફળ આવતું નથી. એની શક્તિ નથી હોતી, ઉપર ઉપરના કાર્યની કોઈ શક્તિ હોતી નથી.
જય
(હવે કહે છે) ‘અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે.' એને ઊંધો અભિપ્રાય જે અનાદિનો છે એ બદલવામાં બહુ શક્તિની જરૂર પડે છે. અભિપ્રાય બદલવામાં ઘણું મંથન ચાલે છે. પોતે જે કાંઈ પકડી રાખ્યું છે, વિચારી રાખ્યું છે, માની રાખ્યું છે એ પૂર્વક એનો જે અભિપ્રાય ઘર કરી ગયો છે, એમાં ફેરફાર કરવામાં એથી વિરુદ્ધ જવામાં એને તકલીફ પડે છે. આખું જીવન બદલવું હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે !
અથવા જે જીવને અભિપ્રાય બદલાય છે તેને ઘણાં મંથનપૂર્વક વાસ્તવિકપણે અભિપ્રાય બદલાય છે. ‘તમે કહ્યું એટલે મેં માન્યું અને ચાલો હવેથી એમ માનશું.' એ રીતે એ અભિપ્રાય જલ્દી બદલાતો નથી. એમાં આખું જીવન એટલે પરિણમન ત્યાર પછીનું બદલવા જેવું છે અને એ બદલાઈ જાય છે. જો અભિપ્રાય બદલાય તો જીવન બદલાય છે. પણ જેમ જીવન બદલવું એ એટલું સહેલું નથી. તેમ અભિપ્રાય બદલવો પણ સહેલો નથી). એક સામાન્ય કાર્યપદ્ધતિનો ઢાંચો ફેરવવો હોય તો માણસ ઢાંચામાંથી બહાર નીકળી શકતો નથી. એ તો જોઈએ છીએ કે નહિ ? (કોઈ કહે કે) ભાઈ ! તમે આમ કરો છો, આ જ કામ અમે આ રીતે કરીએ છીએ. આ પદ્ધતિ કરતાં આ પદ્ધતિ સારી છે' તો (આ ભાઈ) કહે, તમને ફાવે પણ અમને ફાવતી નથી.
અભિપ્રાયમાં તો શું છે કે માણસને મધ્યસ્થતા જે આવી છે એમાં પકડ નથી હોતી. મધ્યસ્થતામાં એટલું જ એણે લક્ષ રાખ્યું છે કે જે યોગ્ય છે, જે સારું છે, સાચું છે એટલું જ ગ્રહણ કરવું છે. જે અયોગ્ય હોય, ખોટું હોય એ છોડતાં મને જરાપણ વાંધો હોવો જોઈએ નહિ. મને જરાપણ એમાં ખેંચાણ થવું જોઈએ નહિ. આ બધું વિચારી રાખવું જોઈએ. એમ એણે શું