________________
કહાન રત્ન સરિતા
૯૯
(અહીંયા) કહે છે કે (અભિપ્રાય) એ એનું જીવન છે. અભિપ્રાય એ એનું જીવન છે એટલે અભિપ્રાય અનુસાર પરિણમન થતું હોવાથી, એમ (કહેવું છે). આ સિદ્ધાંત અનુસાર પરિણામ નિયમિત થયેલાં છે, બંધાયેલાં છે. અભિપ્રાય અનુસાર પરિણામ થવાં, એ સહજ છે. વ્યક્તિવિશેષમાં એ સમજી શકાય એવું છે કે કોઈપણ વ્યક્તિ સંબંધિત જે અભિપ્રાય બાંધ્યો હોય તે અનુસાર તે વ્યક્તિના દરેક કાર્યને પછી આંકવામાં, લેખવામાં આવે છે. પછી એ અભિપ્રાય ખોટો હોય તો એનું બધું જોવું ખોટું છે, બધું અવલોકન ખોટું છે. અભિપ્રાય સાચો હોય તો એનું બધું જોવું અથવા અવલોકન કરવું તે સાચું છે. આમ સત્ય-અસત્ય (ભેદ) પડે છે. એટલે મૂળમાં અભિપ્રાય ઠીક ક૨વો જોઈએ, એમ કહે છે.
ટોડ૨મલજીએ ‘મોક્ષમાર્ગ પ્રકાશક'માં એક દૃષ્ટાંત દીધો છે કે, ચોર ચોરી કરે છે ત્યારે એ એમ તો જરૂ૨ વિચારે છે કે આ ચોરી કરવી ન જોઈએ, ચોરી કરીશ અને પકડાઈશ તો રાજા અથવા રાજ્ય તરફથી મને દંડ મળશે. પણ જ્યાં સુધી એ ચોરી કરવાનો અભિપ્રાય ન બદલે ત્યાં સુધી કદાચ એ ભયથી, રાજ્યના ભયથી ચોરી કરતો બંધ થાય તોપણ એ ક્યારે ચોરી કરશે, એ કહી શકાય નહિ. એને, - ચોરી કરવી જરૂરી છે, મારે તો ચોરી ક૨વી જરૂ૨ી છે, મારી આવશ્યકતા છે, એ ક૨વી જ જોઈએ - એવો અભિપ્રાય જે નક્કી કરી નાખ્યો છે એમાં રાજ્યનો ભય છે એને લઈને ક્ષણિક થોડો કાળ સુધી એ બંધ રહી શકશે, પણ એને તક મળતાં તે પ્રકારના એ પરિણામ કર્યાં વિના રહેશે નહિ. અભિપ્રાયનો વિષય છે તે પ્રવૃત્તિથી વિરુદ્ધ હોય તોપણ પ્રવૃત્તિને નહિ જોતાં અભિપ્રાયને જોવો જોઈએ.
લોકિક વ્યવહારમાં પણ વિચક્ષણ માણસો પહેલાં એ માપે છે કે ભાઈ, એ શું કહે છે ? શું બોલે છે ? કેમ વર્તે છે ? એમ ન જોવો. એનો અંદરમાં અભિપ્રાય શું પડ્યો છે ? એ જોઈ લ્યો, પછી વાંધો નહિ. (એમ) અભિપ્રાયને તપાસી લેવો પડે છે. પછી એ અનુકૂળ - પ્રતિકૂળ એનું વલણ છે એના ઉપરથી એનો સાચો આંક બંધાય છે. નહિતર ગે૨૨સ્તે દોરવાઈ જવાનું થઈ જાય. એ એની અંદર સ્વાભાવિક છે.
43 44 4
એટલે સમ્યક્ અભિપ્રાય થાય (અર્થાત્) પોતાના સ્વરૂપ વિશે પોતાનો સાચો અભિપ્રાય થાય, તો એ પ્રકારનું એનું જીવન થાય છે, અને એ અભિપ્રાય