________________
કહાન રત્ન સરિતા.
૯૫ અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ.’ આની પાછળ વાત શું છે ? આ તો ગુરુદેવશ્રી પ્રવચન કરતાં ત્યારે આવા ટુકડાં નીકળી પડતાં ! આ વળી કોઈ ઝીલી લે, એ આવી ગયા !!
કહે છે કે તને સત્ય મળી ગયું છે ? એક (વાત) નક્કી કર તું. પરમ સત્ય તને ઉપલબ્ધ છે ? પ્રાપ્ત છે ? મળી ગયું છે ? ના ભાઈ ! હજી તો મને કાંઈ પરમ સત્ય મળ્યું નથી. એ વાત તો ચોખ્ખી એકરાર કરવા જેવી છે. તો હવે એક કામ કર તું ! ભલે ન મળ્યું હોય. તું એક કામ કર ભાઈ ! કે તારા અંતર વિચારના સ્થાનમાં - અભિપ્રાયમાં આ જ સત્ય છે એ વાત હવે છોડી દે ! જ્યાં સુધી તને સત્યની અનુભૂતિ ન થાય, અપરોક્ષ, સાક્ષાત્, પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય, ત્યાં સુધી અંતર વિચારના સ્થાનમાં સત્યની જગ્યા તું ચોક્કસ ખાલી રાખજે, એમ કહેવું છે. નહિતર ક્યાં તું એવો પકડાઈ જઈશ, એવો પકડાઈ જઈશ કે પત્તો લાગશે નહિ. એનંત જન્મ-મરણનો છેડો લાવવો હોય તો પરમ સત્ય છે, એને માટે અભિપ્રાયમાં એટલે કે અંતર વિચારના સ્થાનમાં, એ સમજવા માટે એણે અવકાશ રાખવો જોઈએ. છે કે નહિ ? કેવી વાતો આવી છે !! - અનેક આગમમાંથી સાર-સાર ખેંચીને નાખ્યું છે. એટલે પરમાગમસાર' નામ દેવાનું કારણ એ છે. અનેક પરમાગમો ઉપરનાં ગુરુદેવના પ્રવચનોમાંથી તારવેલા આ બધાં વચનામૃતો છે). જંગલમાં રહીને દેહાતીત દશામાં જે આચાર્યોએ અને સંતોએ જેને આહાર, કપડાંની કોઈ પડી નથી ! દિગંબર છે ! આહારની તો, મહિના-મહિનાના ઉપવાસ થાય (તોપણ) ખબર પડે નહિ, ખાધું છે કે નથી ખાધું ! કેટલાં દિથી આહાર લીધો નથી ઈ ભૂલી જાય છે ! આ તો જેની દશા છે ! એવા સંતોએ - મહાત્માઓએ જંગલમાં રહીને જે સત્યને અક્ષરદેહ આપ્યો, જેણે અક્ષરદેહ આપ્યો છે, સત્યનો આ અક્ષરદેહ છે. એના ઉપર ગુરુદેવશ્રી જેવા સમર્થ મહાત્માઓએ જે પ્રવચનો કર્યા, એમાંથી પણ Total મારી મારીને ક્યાંક વાતો સિદ્ધાંત જેવી કરીને રાખી હોય ઈ આમાં ખેંચી લીધી છે ! એવું લક્ષ રાખ્યું છે. આખા પ્રવચનનો કસ ક્યાં પડ્યો છે ? એક પ્રવચનમાંથી, એક ગાથાના એક પ્રવચનમાં આખા પ્રવચનનો કસ ક્યાં આવે છે ? ત્યાંથી પકડ્યું છે. એટલે તો વિસ્તારથી