________________
કહાન રત્ન સરિતા
અમારે એક મિત્ર હતાં, આમ જરાક સજ્જન માણસ હતાં. “રવિન્દ્રનાથ ટાગોર' ની જન્મજયંતી આવી ત્યારે, તેમને કહ્યું કે આજે વિશ્વની અંદર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી ઉજવાશે. એમને સામાન્ય રીતે બધાં ‘ગુરુદેવ' કહે છે. શાંતિનિકેતન' એણે સ્થાપ્યું છે ને ! બધાં એને ગુરુદેવ કહે છે. આજે ગુરુદેવની જન્મજયંતી આખા વિશ્વમાં ઉજવાશે. ભલે આ માણસ, આ માનવી ભારતનો છે પણ જુઓ એની મહાનતા ! કે આખું વિશ્વ એની જન્મજયંતી ઉજવશે ! બીજાં સંપ્રદાયમાં ભલે કહેવાતા મહાન પુરુષો હશે, ઘણાંય કહેવાણા હશે, પણ આખું જગત કાંઈ જન્મજયંતી ઉજવે છે ? તે તે સંપ્રદાયવાળા ઉજવે છે. આની તો કેટલી વિશાળ ખ્યાતિ છે ! અને વિશાળ પ્રમાણમાં અન્ય દેશોના લોકો પણ એને સ્વીકારે છે. એનું કારણ છે, એમ કરીને તેમણે વાત કરી કે, એણે જગતને એક એવું સૂત્ર આપ્યું, એવી વાત આપી, એવો બોધ આપ્યો કે માનવ . માનવ વચ્ચે પ્રેમ કરવા યોગ્ય છે, ઠીક ! માનવી–માનવી વચ્ચે લડાઈ ન કરવી જોઈએ. પણ માનવમાનવ વચ્ચે પ્રેમ કરવો જોઈએ. તેથી જગતનાં સર્વ માનવીઓ એક દેશ અને બીજા દેશના વિભાગને ભૂલીને એનો આદર કરે છે. આ વાત ઉપર એનો આદર કરવામાં આવે છે. કુદરતી (એ) ભાઈ જૈન હતાં (એટલે) મેં કહ્યું, “સારી વાત છે, ચાલો ! હું એમ પૂછું છું કે એમણે જે ઉદાર, વિશાળ વિચાર આપ્યો કે કોઈપણ માનવીએ એક દેશ અને બીજા દેશનાં માનવી ગણીને ઘર્ષણમાં - લડાઈમાં નહિ આવીને એકબીજાની હિંસા નહિ કરવી જોઈએ પણ પરસ્પર પ્રેમ કરવો જોઈએ, તો એમના માટે એમણે પ્રયોગ શું આપ્યો છે ? આ તો એક Theory થઈ, વ્યાખ્યા થઈ. આનો પ્રયોગ શું છે એમની પાસે ? (તો કહે, “એ તો કાંઈ ખબર નથી. તો મેં કીધું આમને આમ તમારા જેવાં જ બધાં આવી રીતે આદર કરે છે. બીજી કાંઈ આગળની કોઈને ખબર નથી. એનો કોઈ પ્રયોગ હોવો જોઈએ.
જગતમાં ચીજ થોડી છે અને તે બધાને જોઈએ છે. પછી એનું ઘર્ષણ કેમ મટાડી શકાશે ? ચીજ મર્યાદિત છે, જગતનાં જે કઈ પદાર્થો છે એ મર્યાદિત છે અને એને લેવાવાળા અમર્યાદિત છે. એમાં પ્રેમ રહેવાનો ક્યાં છે ? અને કઈ રીતે રહે ? રહી શકે નહિ. વાસ્તવિકતાથી આ વાત દૂર છે. વાસ્તવિકપણે એમ બની શકે નહિ. હા, એનો જો પ્રયોગ સમજાવવામાં