________________
૮૧
કહાન રત્ન સરિતા : અને જ્ઞાન છે ત્યાં જ્ઞાનની સત્તામાં વેદના નથી. આ વેદનાની સત્તામાં જ્ઞાન નથી અને જ્ઞાનની સત્તામાં વેદના નથી. જે કોઈ પ્રકારે એ વેદના ઉત્પન્ન થઈ છે, છતાં એ બન્નેની સત્તા ભિન્ન-ભિન્ન છે. તેથી ખરેખર એ વેદના તે વિપદા નથી.
વેદના તે વિપદા નથી, પણ આ મૃત્યુ થાય એ તો વિપદા ખરી કે નહિ ? (આપણે) વેદનાથી આગળ ચાલો હતો એ વિપદા) નહિ ? પણ (આ) દુનિયામાં કેટલા ટકામાં તમારો મત આવે ? બહુમતિથી નક્કી નહિ થાય આ? દુનિયામાં ધોરણ એ છે કે બધું બહુમતિથી નક્કી કરવું. (અહીંયા) કહે છે કે સત્ય-અસત્યને ટકાવારી લાગુ પડતી નથી. રત્નકરંડ શ્રાવકાચારમાં ભગવાન સમંતભદ્રસ્વામી તો એમ કહે છે, ત્યાં શ્રાવકનો અધિકાર લીધો છે. પોતે વળી મુનિદશામાં છે તો પોતાનો અધિકાર નથી લીધો અને શ્રાવકનો અધિકાર લીધો. એટલે મુનિ માટે તો કહેવાની જરૂર પણ રહેતી નથી. શ્રાવકાચાર છે ને, શ્રાવકાચાર લખ્યું છે, મુનિરાજ છે એ પોતે, આચાર્ય છે. (એમણે) શ્રાવકાચાર લખ્યું છે કે શ્રાવકને–ગૃહસ્થને પણ આયુષ્ય પૂરું થવાનો કાળ છે. જેને લોકો મૃત્યુ કહે છે અને જેના નામથી ભડકે છે, જેની વાત કરવા તૈયાર નથી ! મોતની અને મરણની કોઈ વાત કરવા પણ તૈયાર નથી, એટલું તો એ અશુભ ગણવામાં આવ્યું છે. અશુભ સમાચાર લખે છે કે નહિ ? અશુભ પત્ર લખે છે. સમતભદ્ર આચાર્ય કહે છે કે સાધકને એ મૃત્યુનો મહોત્સવ છે. “મૃત્યુ-મહોત્સવ ! ઉત્સવ નહિ એને “મહા ઉત્સવ' કહ્યો છે લ્યો, ઠીક ! એ તો શુભ પ્રસંગ છે એમ કહે છે ! મહોત્સવ અશુભ કહેવાય કે શુભ કહેવાય ? આખા પલાખા જ જુદાં છે. લોકિક ગણતરી અને અલૌકિક ગણતરીનો આખો વિષય ઊલટો - સુલટો છે. કેમકે એક સંસારમાર્ગ પ્રત્યે લઈ જાય છે અને એક મોક્ષમાર્ગ પ્રત્યે લઈ જાય છે. (એમ) બે વચ્ચે મોટો ફરક છે, જબરજસ્ત ફરક છે. (“મૃત્યુ મહોત્સવ' એટલા માટે કહ્યો છે, કેમકે એ મૃત્યુના પ્રસંગે સમ્યફદૃષ્ટિ શ્રાવક સાધક છે તે વિશેષ આત્મિક પુરુષાર્થ કરે છે. શુદ્ધ ચૈતન્યની હયાતીને વધારે બળવાનપણે વેદે છે અને અનુભવ કરે છે.
સોગાનીજી લખે છે કે કોઈ કોઈ સાધકો તો શુદ્ધોપયોગમાં દેહને છોડે છે, ઠીક ! “મૃત્યુ કે લિયે તૈયાર રહના' આવે છે ને ? બે-ચાર બોલ લખ્યાં