________________
૮૦
[પરમાગમસાર-૧૯૧] એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી.” વાત તો એટલી જ છે પણ એમાં ઘણી વાતો ભરી છે.
એક તકે થાય એવું છે કે, શરીરની અંદર અશાતાની વેદના શરૂ થાય ત્યારે એને વિપદા ન કહેવી તો કહેવું શું ? આ પ્રશ્ન થાય એવો છે કે નહિ ? પીડા ઉત્પન્ન થઈ, વેદના ઉત્પન્ન થઈ, Accident થાય છે, રોગ થાય છે, અનેક પ્રકારે થાય છે ને ! કોઈને કોઈ કારણસર શરીરની અંદર પીડા ઉત્પન્ન થઈ, એને વિપદા ન કહેવી તો કહેવું શું ? અથવા શું ખરેખર તે વિપદા નથી ? આ પ્રશ્ન થાય એવો છે. જો (ઉપર કહી એ વાત) સિદ્ધાંત છે તો (એ) કઈ રીતે લાગુ પડે છે ? કે ખરેખર એ પીડા અને વેદનાની સત્તા જીવના મૂળ સ્વરૂપમાં નથી જીવના સ્વરૂપમાં નથી. તો ખરેખર) શું છે ? કે એ પુગલ પરમાણુનું પરિણમન છે. ખરેખર તો એ પુલ પરમાણનું પરિણમન છે.
જેમ વાતાવરણમાં રહેલાં શીત પરમાણુઓનો અનુભવ ઠંડાપણે થાય છે, ઉષ્ણ પરમાણુઓનો અનુભવ ઉષ્ણતાપણે થાય છે, એટલે કે જ્ઞાન થાય છે. શીત-ઉષ્ણનું જીવને જ્ઞાન થાય છે. પણ જ્યાં જ્ઞાન થાય છે, એટલે કે) જીવને જ્ઞાન થાય છે અને જ્યાં એની પર્યાયમાં જ્ઞાન થાય છે, ત્યાં તે જ્ઞાન શીત કે ઉષ્ણરૂપે પરિણમતું નથી. ભલે કોઈ જીવ એમ કહે કે મને ઠંડું લાગ્યું અને મને ગરમ લાગ્યું. વસ્તુતાએ ત્યાં જીવ કે જીવની પર્યાય શીતપણે કે ઉષ્ણપણે પરિણમવી અશક્ય છે. એ કોઈ શક્યતા જ નથી કે જીવની પર્યાયમાં - જાણનાર એવા જ્ઞાનમાં ઠંડાપણું ઉત્પન્ન થાય કે ગરમપણું ઉત્પન્ન થાય. કેમકે એ તો જડની - (પુગલની) સ્પર્શગુણની પર્યાય છે. જીવમાં સ્પર્શ નામનો ગુણ નહિ હોવાથી એવી કોઈ પર્યાય જ ઉત્પન્ન થતી નથી.
જેમ શીત-ઉષ્ણનું થવું આત્માને વિશે, જીવન વિશે અશક્ય અને અસંભવિત છે, તેમજ (અશાતાની) વેદનાની જે પર્યાય છે એ પણ જડની અશાતા પ્રકૃતિનો સ્વાદ છે. એ પણ જડની અશાતા પ્રકૃતિનો સ્વાદ છે. એ સંબંધિત જીવને જ્ઞાન થાય છે, પણ એ અશાતાની હયાતી, એ પીડાની હયાતી, એ વેદનાની હયાતી, જ્ઞાનની હયાતીમાં પ્રવેશ પામી શકતી નથી–ત્યાં એનો પ્રવેશ નથી. ત્યાં એની સ્પર્શના સુદ્ધાં નથી ! જ્ઞાનને એ વેદના સ્પર્શી શકતી નથી, જ્ઞાનમાં જણાય ભલે (પણ સ્પર્શી શકે નહિ). જુઓ ! આ વેદના છે ત્યાં જ્ઞાન નથી,