________________
૭૨
[પરમાગમસાર-૧૬૮]
એ જ્ઞાનીનો મહિમા આવતો નથી. એટલે એક તો ભક્તિના પરિણામની ખામી હોય છે. બીજું વૈરાગ્યની ખામી હોય છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં પરિણામ સાથે જો કામ કરતું હોય તો એ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે. નહિતર જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમતું નથી. બહારમાં સત્પુરુષની જે ભક્તિ અને મહિમા છે, એ અંદરમાં સત્નો મહિમા આવવાનું નિમિત્ત થાય છે. (કેમકે જેને) આત્મગુણ પ્રગટ્યા છે એનો મહિમા આવે છે ને ! તો એને નિશ્ચયથી આત્માનો મહિમા આવશે. શુભરાગમાં પણ એટલો ફરક ન ઊભો થાય તો અંદરમાં આત્માનો મહિમા આવે એવી પરિસ્થિતિ જ ઉત્પન્ન થતી નથી. કેમકે એ જ્ઞાની પાસેથી જ્ઞાન તો સાંભળે છે (તો) જ્ઞાન કેમ ચડતું નથી ? હતો.
આ પ્રશ્ન
જ્ઞાન જ્ઞાની પાસેથી મળવાં છતાં એ જ્ઞાન ચડતું કેમ નથી ? (તો કહે છે) એને જ્ઞાનીનો મહિમા જે હદે આવવો જોઈએ એ હદે આવતો નથી. તેથી એ જ્ઞાનનો જે આદર થવો જોઈએ એ જ્ઞાનીનો આદર નથી (પરંતુ) ખરેખર ત્યાં જ્ઞાનનો આદર છે ! એ જ્ઞાનનો આદર કરે તો જ્ઞાન અંગીકાર થાય ને ? જ્ઞાનનું અંગીકૃતપણું જે થવું છે એ જ્ઞાનનાં આદરપૂર્વક છે. જ્યાં જ્ઞાનનો આદર નથી, એટલે આપો આપ જ્ઞાનીનો આદર નથી એમ છે. એ પ્રકાર છે. એમણે એ પ્રશ્ન એવો પૂછ્યો હતો.
શ્રીમદ્ભુ એક જગ્યાએ લખે છે - આપણે જ્ઞાનામૃતમાં તારવ્યું છે કે, જ્ઞાનીના સાન્નિધ્યમાં પ્રાયેઃ જ્ઞાનની માગણી ક૨વી નહિ. શું ? પ્રશ્ન તો એમણે આ પૂછ્યો હતો કે જ્ઞાનીના સાન્નિધ્યમાં જ્ઞાનની માગણી ન કરવી, પણ જ્ઞાની પ્રત્યે મહિમા અને ભક્તિ સેવવી. જ્ઞાનની માગણી કરવાની જરૂ૨ નથી. આવું કેમ લખ્યું છે ? (એટલે) બેનશ્રીએ બહુ સરસ ખુલાસો કર્યો કે, સામાન્ય રીતે જ્ઞાનીનો એટલો આદર આવ્યાં વિના પ્રશ્નો પૂછે છે. (અને એ) એટલાં માટે પૂછે છે કે એને જ્ઞાન મળે. જ્ઞાનની માગણી કરે છે ને ? આમ સમજાવો, અમને આમ સમજાવો, અમને આમ સમજાવો ! પણ એ સમજણ એને ચડશે નહિ. કેમ નથી ચડતી ? કે એને એટલો આદર નથી તેથી. જો એ આદરને કેળવે, ઓળખીને એનો એને મહિમા આવે, ઓળખતાં એનો મહિમા આવે તો; એમનું હૃદય તો આત્મામય છે, એમનું પરિણમન તો આત્મામય છે, તો વાણીમાં તો આત્મા આવ્યાં વિના રહેવાનો નથી.