________________
કહાન રત્ન સરિતા
૬૯
થતાં સુખમાં જાય છે અને જ્યારે એને એ વિભાવના કાળમાં વિભાવરસ ફિક્કો પડે છે ત્યારે એને સ્વભાવ રસ છે તે ઉત્પન્ન થવાનો અવકાશ થાય છે. ત્યારે અનંત ગુણ ભંડાર જે આત્મા છે, એ અનંત ગુણનો મહિમા એને આવે છે. ત્યારે એને ઓળખાય છે, ઓળખાય છે એટલે એનો મહિમા આવે છે, એનો મહિમા આવે છે એટલે અન્ય ભાવ ને અન્ય દ્રવ્યનો મહિમા જાય છે, તુચ્છતા પામે છે અને ત્યારે એને શુદ્ધાત્માનો અનુભવ થવાનો - સમ્યગ્દર્શનનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી એ અવસર આવતો નથી.
?
(અહીંયા) કહે છે કે એ (મહિમાવંત આત્મામાં નહિ જવાનું કારણ શું કે ‘પરનું અભિમાન,...' પરનું અભિમાન (હોય) એમાં આત્માનો મહિમા ક્યાં રહ્યો ! જેને પરનું અભિમાન છે એને સ્વાભિમાન છે નહિ, સ્વ–અભિમાન નથી. એમ કહેવું છે). માણસ કહે (છે) ને કે સ્વાભિમાન તો ઓછામાં ઓછું હોવું જોઈએ. પણ તું પરભાવ અને પ૨ પદાર્થમાં દીન, હીન થઈને પરિણમે છે, એમાં તને તારા સ્વનો મહિમા રહેતો નથી. તું ત્યાં પામ૨૫ણે પોતાને અનુભવે છે. પ૨નાં અભિમાનમાં પામરપણે તું પરિણમે છે.
આ જગતમાં - જે કોઈ મોટાઈનાં પ્રસંગો છે, અવસરો છે, એમાં જીવ રોકાય છે. પૈસા વાળાને પૈસાની મોટાઈ લાગે છે, મકાન વાળાને મકાનની મોટાઈ લાગે છે, અનેક પ્રકારની અનુકૂળતાના સાધનો હોય તો એની મોટાઈ લાગે છે. ભલે બીજું કાંઈ ન હોય ને જગત માન આપે તો બીજાં મને માન આપે છે.' એવી મોટાઈમાં એ રાચે છે. આવું જે પ૨નું અભિમાન છે એમાં પોતે દીન થઈને ફરે છે ! શું કરે છે ? પોતે એમાં દીન થઈને ફરે છે.
જ્યાં સુધી પોતે દીનતાને પામે છે ત્યાં સુધી એને અનંતગુણ ભંડાર એવો જે પોતાનો આત્મા સાક્ષાત્ સિદ્ધપદ સ્વરૂપ ! પરમાત્મપદ પરમેશ્વરપદ ! ખરેખર એનો એને મહિમા છે નહિ. એ મહિમા નથી ત્યાં
-
સુધી એના દર્શન થવાનો પ્રશ્ન પણ રહેતો નથી. એટલે કે એની એને ઓળખાણ જ નથી. નિજસ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી એનો અનુભવ થવાનો કોઈ અવસ૨ હોઈ શકે નહિ.
શ્રીમદ્જી તો પ૨નું અભિમાન’ આ વિષય ઉપર તો બહુ લખે છે કે જગતમાં જેનાથી મોટાઈ ગણાય છે એ મોટાઈ સંબંધીના અભિમાનનાં