________________
કહાન રત્ન સરિતા રહેવા દેતું નથી.
એમાં એક પ્રકારોતરને વિચારવા જેવો છે કે, કોઈ જીવ (એવો છે, જે હજી અનુભવમાં આવ્યો નથી છતાં અનુભવમાં આવે એવા પરિણામના ઉન્નતિ ક્રમનાં . ચડતાં ક્રમનાં પરિણામમાં હોય છે, ત્યારે પણ હજી એને શુદ્ધતા નથી થઈ, એ પહેલાં શુભ પરિણામ હોય છે. છતાં એ પ્રકાર એવો છે કે જેની અંદર એને એ પરિણામમાં જરાય સંતોષ નથી અને આ પરિણામ આવા સારાં થાય છે, એવું એનું વજન અને ધ્યાન પણ જતું નથી. એનું ધ્યાન જે ધ્યેય (નિજ શુદ્ધાત્મસ્વરૂ૫) ઉપર છે એ ધ્યેયને પકડવા માટે ઉગ્ર થતાં પરિણામ, ચડતાં પરિણામ - એ પોતાની પરિણામની સ્થિતિ ને લક્ષને દૂર કરે છે. (એટલે કે) એ પરિણામને લક્ષમાં જ પરિણામ લેતા નથી. પરિણામ ધ્યેયને જ લક્ષમાં રાખે છે અને વર્તમાન થતાં પરિણામ “ઠીક થયાં એવું વજન આપીને એમાં અહમ્ જ ઉત્પન્ન થતું નથી. એટલે એને રોકાવું ન થઈ અને ચડતાં... ચડતાં... ચડતાં... પરિણામ થઈને બેય સુધી પહોંચી જાય છે. (આવી) એની કોશિશ છે એ ઊંધી નથી. ત્યાં એની કોશિશ ઊંધી નહિ હોવાથી એનું ફળ પણ તરત આવી જાય છે.
જે જીવોને સ્વાનુભવમાં ઘણો લાંબો કાળ લાગે છે, તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી ઘણો લાંબો સમય જાય છે અને ગુરુદેવના (આ) વચન એક ચેતવણી આપે છે, લાલબત્તી મૂકે છે કે, જો ભાઈ ! આમાં ઊંધી કોશિશ થાય છે. જીવને એમ લાગે કે આપણે આમાં ઊંધું શું કરીએ છીએ ? જે સનાતન માર્ગની અંદર પ્રસિદ્ધ આચાર્યોના શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ અને આત્મા કેવો છે ને કેવો નથી, એવી આપણે આત્માના સ્વરૂપ સંબંધી સ્વરૂપ વિચારણા અને સ્વરૂપ ચિંતવન કરીએ છીએ. એમાં ઊંધું શું હોય ? અને સતુના નિમિત્તે શું ઊંધું થાય ? આ સતું શાસ્ત્ર છે. વાણી સાંભળીએ, ગુરુદેવની ટેપ સાંભળીએ, પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ સાંભળીએ એમાં ઊંધું શું છે ? આપણે ક્યાં બીજે જઈએ છીએ ? (અહીંયા કહે છે) નહિ ! ત્યાં પણ આ જીવ યથાયોગ્ય પુરુષાર્થના ક્રમમાં આવીને સ્વાનુભવમાં ન પહોંચે અને સમય વ્યતીત કરે ત્યારે એને રોકાવાનો પુરુષાર્થ ચાલે છે) ! એનો પુરુષાર્થ તો છે જ પરંતુ) રોકાવા સંબંધીનો પુરુષાર્થ ચાલુ છે એ પુરુષાર્થને ઊંધો પુરુષાર્થ ને ઊંધી કોશિશ કહેવામાં આવે છે.