________________
૬૬
[પરમાગમસાર-૧૬૮]
પણ પુરુષાર્થ કેમ ઊપડતો નથી ? એ પણ સમજાવું જોઈએ ને ? ત્યારે બધું સમજાયું એમ કહેવાય. અથવા તો સમજાય છે છતાં અનુભવ કેમ નથી થતો ? એ પ્રશ્ન પણ ન રહે ત્યારે બધું સમજાયું કહેવાય. પ્રશ્ન રહે ત્યાં સુધી બધું સમજાયું એમ તો વાત રહેતી નથી. એટલે એ વિષયને પણ ગુરુદેવશ્રીએ ચર્ચો છે. આવી વાત અનેકવાર નીકળે છે. ધ્યાન જાય તો ખ્યાલ આવે નહિતર ઉપર ઉપરથી ચાલ્યું જાય છે.
(અહીંયા) કહે છે કે એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને ? અનંતગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ?” શું કહે છે ? કે અનંત ગુણ જેમાં ભર્યા છે, અનંત ગુણ ભરેલાં છે, અનંત ગુણથી જે સભર છે, આત્મસ્વરૂપ અનંત ગુણ સમૃદ્ધ છે. એ અપાર મહિમાવંત છે, મહિમાધારી છે (એટલે કે) અપાર મહિમાને જે ધારણ કરે છે. થોડો ઝાઝો એમ નહિ (પરંતુ) જેનો કોઈ પાર નથી - સીમા નથી, એવો મહિમાધારી પદાર્થ છે. આખે આખું અખંડ સિદ્ધપદ અંદરમાં - દેહ દેવળમાં બિરાજે છે ! એવું મહા સિદ્ધપદ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ? એમાં કેમ જતો નથી ? એનું પણ કોઈ કારણ હોય છે માટે જતો નથી.
-
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્મસ્વરૂપને દ્રવ્યાનુયોગનાં મૂળ વસ્તુસ્વરૂપનાં પ્રકરણથી સમજવામાં આવે તો આત્મ દ્રવ્યમાં અનંત મહાન ગુણો છે ! અનંત દિવ્યગુણો છે !! અને એવાં અનંત દિવ્યગુણોનો ધારક પદાર્થ, મહાસત્તાધારી ચેતન્ય પદાર્થ કેવો છે ? કે સાક્ષાત્ સિદ્ધપદ જેવું છે તેવું અંતરમાં આત્મપદ છે.
હવે એવું પદ હોવા છતાં - (એવો) પોતે હોવા છતાં એનો અનુભવ પોતાને કાં ન થાય ? આ સવાલ છે. એવું સ્વરૂપ પોતાનું છે, નિજ પદ છે છતાં એનો અનુભવ પોતાને કાં ન થાય ? આ પ્રશ્ન છે. એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને ? (સમાધાન આમ છે કે) જેનો એને અનુભવ ક૨વો ઘટે છે, એનો અનુભવ નહિ કરતાં એ અન્ય દ્રવ્ય ને અન્ય ભાવનો અનુભવ કરવામાં રોકાય છે. ત્યારે એને અનુભવ થતો નથી.
નહિતર આમ પણ તર્ક થાય કે અમારી ઇચ્છા તો ઘણી છે. અરે ! અમારી ભાવના પણ ઘણી છે કે અમે સમ્યગ્દર્શન પૂર્વક અમારા શુદ્ધ