________________
પ૪
[પરમાગમસાર-૧૬૨] વધારે દુઃખ લાગીને જે પરિણામ) ઉત્પન્ન થાય છે એમાં જોર આવે છે. આ જોર કેમ નથી આવતું ? કે એ જે પરિણામ કરી રહ્યો છે એ પરિણામમાં એને રુચે છે. એવી જેને શુભની રુચિ (છે) એને શુદ્ધાત્માની રુચિ નથી. જેને શુભની રુચિ છે, પુણ્યની રુચિ છે એને જડની રુચિ છે, એને ચૈતન્યની રુચિ નથી. આમ છે.
એટલે શુભભાવ થાય એનો વાંધો નથી પણ એનું મમત્વ થાય કે આ ઠીક છે, સારું છે, મારું છે, સારું છે, આ પરિણામ મારું છે ને સારું છે એમ એનું મમત્વ થાય અને એ રુચે ત્યારે એનો જે પ્રયત્ન છે એ પ્રયત્નને ઊંધી દિશાનો પ્રયત્ન અહીંયા ગુરુદેવ કહે છે. એ પ્રયત્ન એનો બરાબર પ્રયત્ન છે નહિ. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિય જીવના પુરુષાર્થની પર્યાય, એનો જે વિર્ય ગુણ પરિણમે છે એમાં પુરુષાર્થની જે પર્યાય છે, એ પ્રયોજનભૂત કાર્ય કરવા માટે સમર્થ છે અને જ્યાં જ્યાં અને પ્રયોજન લાગે છે ત્યાં ત્યાં એ બરાબર કામ કરી જાય છે. એટલે એનો પુરુષાર્થ નથી એ સવાલ નથી. પણ યોગ્ય પુરુષાર્થ અને અયોગ્ય પુરુષાર્થ એટલો જ સવાલ છે. પુરુષાર્થ તો છે જ, પણ પુરુષાર્થ અયોગ્ય સ્થાનમાં છે અને યોગ્ય સ્થાનરૂપ કરવો ઘટે છે. આટલી વાત છે. તો એ પુરુષાર્થનું ફળ આવ્યાં વિના રહે નહિ. રોકડું જ ફળ મળે છે. ધર્મના પ્રકરણમાં ક્યાંય ફળનું ઉધારપણું નથી. એનું ફળ તે જ કાળે રોકડું છે, તે જ સમયે રોકડું છે. એવો એ શુદ્ધોપયોગનો વેપાર તદન રોકડીઓ છે. એમાં કાંઈ આગળ-પાછળ આશા રાખીને બેસી રહેવું પડે એ પ્રશ્ન નથી. એટલે ઉત્તરમાં એ વાત લીધી છે.
સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. સાચી કોશિશ કરી નથી એટલે કોશિશ ઊંધી કરે છે. આ જરા ધ્યાન ખેંચે એવી વાત છે. નહિતર (મુમુક્ષ) એમ કહે કે કોશિશ તો અમારી સાચી છે પણ અલ્પ છે. આ વાત જરા ધ્યાનમાં લેવી કે, કે ક્યાંય પણ તને શુભની રુચિ નથી થતીને ? એનું મમત્વ નથી થતું ને ? જે પરિણામ તું કરે છે, વ્યવહાર દૃષ્ટિએ એ પરિણામ ભલે ઘણાં સારી કક્ષાના ગણાતા હોય, તોપણ એ સારી કક્ષાના પરિણામની યથાર્થતા અને સારાપણું ત્યારે જ છે કે જ્યારે એ સંબંધી પણ અંદરમાં અહમ્ ન લેવાય ત્યારે. નહિતર એ સારી કક્ષાના પરિણામમાં મમત્વ થતાં અહમપણાનું જે દૂષણ ઉત્પન્ન થયું એ એનું સાંગોપાંગ સારાપણું