________________
કહાન રત્ન સરિતા
૪૯
ગુરુદેવ તો કહેતાં, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સોનગઢ પધાર્યા ત્યારે કહે કે જુઓ,- દરબાર ! અમારી તો જુદી વાત છે, અહીં તો નાનું - ઓછું માગે એ ઓછો - નાનો માગણ અને વધુ માગે એ મોટો માગણ ! તમારે બાર મહિને એક કરોડ જોવે તો મોટા માગણ તરીકે અમારી નજરમાં આવે ! કેમકે તમને સારું લગાડીને કાંઈ પૈસા લેવા છે, એવી કોઈ વ્યાપારની દૃષ્ટિ ધર્મમાં હોઈ શકે નહિ અને હોય તો એ ધર્મ નહિ પણ દુકાનદારી થઈ જાય છે !! જો પૈસા મેળવવા માટે શ્રીમંત લોકોની પ્રશંસા કરવામાં આવે કે રાજાઓની પ્રશંસા કરવામાં આવે, તો એ દુકાનદારી થઈ જાય છે. એ ધર્મનું સ્થાન રહેતું નથી.
અમને અમારો આત્મા કેમ જણાતો નથી ? આવો એક પ્રશ્ન આવે છે. તો એને એમ કહે છે કે બુદ્ધિમાં તો ખામી નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ એટલે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહિ વળી, જગતના અનેક ચાતુરીભર્યા કાર્યોને જીવ કરે છે ત્યારે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહિ. (એટલે) બુદ્ધિ તો છે. હવે જ્ઞાનમાં બુદ્ધિનો ઊઘાડ હોવા છતાં અને આત્મા કહેનાર સતુશાસ્ત્રો, સત્પુરુષ આદિ મળવાં છતાં કેમ એ જ્ઞાનમાં પોતાનો આત્મા ભાસ્યમાન થતો નથી ? કે એનું આ ચોખ્ખું કારણ છે કે,
જ્યાં સુધી જીવને જગતના પદાર્થોની મહત્તા છે ત્યાં સુધી એને આત્મા ભાસે નહિ. આ સ્પષ્ટ વાત છે. જગતના પદાર્થોની મહત્તા એમને એમ જેળવાઈ રહે (અને) શાસ્ત્ર વાંચે એટલે એને સમજાઈ જાય અને આત્મા પણ ભાસે, એવું કદી બનતું નથી.
શ્રીમદ્ભુએ એક (જગ્યાએ) બહુ સ્પષ્ટ લખ્યું છે હોં ! લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય - વિશેષત્વ માનવું હોય એટલે આ (મહિમા) ! (જે અહીંયા કહે છે), તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ–સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, આ પણ પરમાં જાય છે. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? કે ન થાય. તેનો વિચાર સુગમ છે, કે ન થઈ શકે. (બીજા પત્રમાં) તો બહુ સ્પષ્ટ લખેલું છે (કે) એને (આત્મા) ભાસતો નથી. જ્યાં સુધી લૌકિક પદાર્થોનો મહિમા છે ત્યાં સુધી એનો રસ જ્ઞાન-દર્પણને મલિન કરે છે. ભલે બુદ્ધિનો ઉઘાડ છે પણ એ મિલનબુદ્ધિ