________________
૩૧
કહાન રત્ન સરિતા
(કોઈ-કોઈ સાધકને કષાયની) મંદતાનો ઉદય હોય છે. તો એ મંદતા છોડીને કાંઈ ગૃહસ્થીના તીવ્ર કષાયના પરિણામ કરવાં એવો તો કાંઈ ઉપદેશ નથી. એમ દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાનવર્તી પણ હોય, દ્રવ્યલિંગી પાંચમાં ગુણસ્થાનવર્તી પણ હોય. ત્યાંથી ચોથામાંથી) એ પાંચમામાં આવે. છઠ્ઠાસાતમાના પુરુષાર્થે ન પહોંચે તો કોઈ પાંચમામાં આવે, તોપણ એ સમજે છે કે મારા પરિણામમાં હજી સાધુદશા - મુનિદશા પ્રગટ થઈ નથી કેમકે મુનિદશા તો પ્રગટપણે એવી છે કે ક્ષણે ક્ષણે એ શુદ્ધોપયોગમાં આવે છે. હવે પ્રતિક્ષણે શુદ્ધોપયોગમાં અવાતું નથી, છતાં ક્યારેક ક્યારેક શુદ્ધાત્માનો ઉપયોગ તો થાય છે અને જ્ઞાતાધારા પણ વર્તે છે, તો એનો કાંઈ નિષેધ ન થઈ શકે. જે પરિસ્થિતિ છે તે છે. એને અન્યથા માને નહિ અને અન્યથા મનાવે નહિ. માને તો જ મનાવે. માને નહિ તો મનાવાનો તો એને તીવ્ર કષાય આવે નહિ. મનાવવું તો માયા (છે) - તીવ્ર માયાચાર છે. પોતે માને નહિ તો મનાવવાનો પ્રશ્ન નથી. પોતે માનતા નથી, મનાવતા પણ નથી. તેથી તે નિર્દોષ છે. ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, (તોપણ) એનો કાંઈ એને દોષ છે નહિ. અને તેને મિથ્યાત્વ આવતું નથી. મિથ્યાત્વ નથી થતું.
એટલે આખો જે માન્યતાનો વિષય છે, મિથ્થામાન્યતા અને સમ્યકુમાન્યતા, એ વિષયને સાંગોપાંગ પહેલાં સમજવો જોઈએ. પહેલે પગથિયે સાધકદશાની શરૂઆત ત્યાંથી થતી હોવાથી એ વિષયને પૂરો સમજીને આગળ ચાલવું જોઈએ. એને છોડી દયે એને સમજે જ નહિ, અને બીજી રીતે ધર્મ કરવાનું વિચારે, કોઈપણ પ્રકારે વિચારે) એ બધો ઉન્માર્ગ છે. એ આખા ભગવાને કહેલા જિનમાર્ગને છોડીને પ્રવર્તવાની બુદ્ધિ થઈ છે. તે અન્યમતની બુદ્ધિ છે. બધાં જ અન્યમતિને એમ સૂઝયું છે. ત્યાંથી જ અન્યમત પાંગર્યો છે. પછી તો ઘણાં માનવાવાળા થાય ત્યારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. એટલે કહે છે કે, પહેલાં તું ચારિત્રદોષ એટલે રાગાદિ ટાળવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે? (કે) બાહ્ય પદાર્થનો ત્યાગ કરીને. પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે. એમાં એ શલ્ય પડ્યું છે. શું? પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે એ તો શલ્ય છે.) રાગનો હું અભાવ કરું તો પદાર્થનો સહેજે સંયોગ નહિ થાય, કેમકે વૃત્તિ વિના તો સંયોગ થવાનો સવાલ નથી અને વૃત્તિ વિના કોઈ સંયોગ થયો તો એનો દોષ નથી. જેમકે ભગવાનને વૃત્તિ