________________
કહાન રત્ન સરિતા
અંદર, અને વધારે મહેનત પડે છે. એ તો સીધી વાત છે.
મુમુક્ષુ :- એને માનકષાય નડે.
પૂજ્ય ભાઈશ્રી :- માનકષાય નડે, એણે જે આગ્રહથી એ શુભ ભાવોને સેવ્યા હોય, એ આગ્રહ અંદરથી તોડવો પડે. એ તો જેણે મહેનત કરી હોય એને બધી ખબર પડે, કે આમાં કેટલી મહેનત કરવી પડે છે. વધારે ઊંધો ગયો હોય (તો) એ વધારે દૂર જાય છે. જેટલો વધારે દૂર ગયો એટલું એને નજીક આવવા માટે અંતર તો કાપવું જ રહ્યું, હિસાબની વાત છે એ તો.
૩૫
કહે છે કે, ‘દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...' આ એક બહુ મહત્ત્વપૂર્ણ વિષય છે કે શ્રદ્ધાનની અંદર વિકલ્પનો રાગનો એક અંશ, અનંતમાં ભાગે એક અંશ પણ, જ્યાં સુધી રહે ત્યાં સુધી શુદ્ધ શ્રદ્ધાન નથી. બીજી રીતે અસ્તિથી વિચારીએ, તો શુદ્ધ શ્રદ્ધાનનો વિષય એકાંતે પરિપૂર્ણ શુદ્ધાત્મા છે. પરિપૂર્ણ અકષાય સ્વભાવી શુદ્ધ આત્મા છે, જેમાં ત્રણકાળમાં કષાયની ઝાંય પણ પડતી નથી, કષાય (ત્યાં) પહોંચતો નથી, કષાયનો પ્રવેશ નથી, કષાયની એમના ઉપર છાયા પણ પડતી નથી, ભલે નિગોદમાં જઈ આવ્યો (તોપણ) એવો ને એવો રહે છે. એ તો કાલે બોલ આવી ગયો આપણે, કે પ્રચુરમાં પ્રચુર અવસ્થામાં કષાય થયો હોય તોપણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ રહે છે. એ શ્રદ્ધાનનો વિષય છે. એવો જે શુદ્ધાત્મા, શ્રદ્ધાનનો વિષય ત્યારે થાય છે કે જ્યાં સુધી એનું શ્રદ્ધાન રાગના એક અંશને પણ શ્રદ્ધે નહિ ત્યારે. જ્યાં સુધી થોડો પણ રાગ, મંદ રાગ પણ ઈષ્ટ છે, (એમ) જેને શ્રદ્ધાનમાં (છે) તેને શુદ્ધ શ્રદ્ધાન થાય નહિ. એટલે દૃષ્ટિમાં કહો કે શ્રદ્ધાનમાં કહો, વિકલ્પનો સમૂળગો - મૂળમાંથી ત્યાગ કર્યા વિના, છોડ્યા વિના, કોઈ રીતે એને શુદ્ધ શ્રદ્ધાન થાય નહિ, અને એ શુદ્ધ શ્રદ્ધાન થયા વિના બહારના ત્યાગ અને કષાયની મંદતા મેં કર્યા છે (એમ જે માને છે), એ એને મિથ્યાત્વનું પોષણ છે. શ્રદ્ધાન તો એને શુદ્ધ થતું નથી પણ જે મિથ્યા શ્રદ્ધાન છે એમાં દૃઢતા થાય છે અને મોટાભાગે ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. અગૃહીત તો અનાદિનું છે એ ગૃહીતમાં ચાલ્યા જાય છે.
જુઓ ! અસંજ્ઞી પંચેન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય પર્યંતના (બધાં) અસંજ્ઞી પંચેન્દ્રિય - ચાર ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, એકેન્દ્રિય અને નિગોદિયા,
-