________________
કહાન રત્ન સરિતા
૪૫
ચીજ છે ! જીવ રજકણમાં સુખ માને છે ત્યારે એની પરિસ્થિતિ ક્યાં સુધી થાય છે ! કે પોતે મનુષ્ય હોવા છતાં પોતાથી હલકી જાતિના જીવો જે તિર્યંચ, તે તિર્યંચની વિષ્ટામાં પણ એ ખુશીપણું માને છે. અહીં તો હજી એથી આગળ કહેશે. એ ખુશી ખુશી થઈ જાય છે. એમાં સારો મોટો પોદળો મળે (તો) રાજી થઈ જાય કે, આ સૂંડલો ભરીને એક (પોદળો) મળી ગયો ! ઠીક ! એટલાં ખુશી થાય. અને ધન વૈભવ મળતાં શેઠિયાઓ ખુશી ખુશી થઈ જાય છે.' આ બન્નેને એક વર્ગમાં મૂક્યાં.
ગુરુદેવ ફાળો નહોતા કરતાં. એમની મુખ્ય પદ્ધતિ એ હતી કે, એ કદી ફાળો કરતાં નહિ. ફાળાનું નામ નહિ. જેને સામેથી દેવા હોય એ દે ને કરોડપતિ એક પૈસો પણ ન ધ્યે તો ભલે ન ધ્યે. એની સાથે કોઈ માથાકૂટ નહિ. એટલે પૈસાવાળાને ખુશી રાખવાનો તો પ્રશ્ન રહેતો નથી. પણ એ પૈસાવાળાની દીન વૃત્તિ કેવી છે, કે છાણનો પોદળો લેવા નીકળેલી બાઈ જેવી છે ! એમ કહે છે. બન્નેને એક વર્ગમાં મૂક્યાં છે. એની દીનતામાં અને આની દીનતામાં કાંઈ ફેર છે નહિ. એમ લીધું છે.
એ કજિયા કરે, પોદળા (માટે) જો બે-ચાર બાઈઓ ભેગી થાય, તો કજિયો કરે, અને અહીંયા પૈસા માટે કજિયો કરે ! અને છોકરાં કોડીએ ૨મે તો કોડીઓ માટે કજિયો (કરે) માથું ફોડે ! રમતાં રમતાં શેરીમાં ઝઘડી પડે (અને) સામે સામા પાણે પાણે આવે, તો માથું ફોડે કે નહિ ? આમ છે. આ જીવની સ્થિતિ છે ! જ્ઞાનીઓ જગતના એ પદાર્થને છાણ અને કોડી જેવાં જાણે છે, અને જેને જગતના પદાર્થોની મહત્તા છે અને મોટાઈ છે (એવી માન્યતા છે) એને પાગલ સમજે છે, એને ગાંડા સમજે છે કે આ છાણમાં અને કોડીમાં મોટાઈ માને છે !
-
વળી, એ મોટાઈ માનવાને (જ્ઞાનીઓ) શું ગણે છે ? કે જ્યાં સુધી જગતમાં જે પદાર્થો મહત્તારૂપે - મહત્તાના કારણરૂપે - લેખાય છે અને ગણાય છે, એની મહત્તા જ્યાં સુધી જીવને જતી નથી, ત્યાં સુધી જીવને આત્માની મહત્તા આવતી નથી. જડ પદાર્થની મહત્તા જતી નથી ત્યાં સુધી ચૈતન્ય પદાર્થની મહત્તા આવતી નથી. આ એક વિશેષ વાત છે. કેમકે જડની મહત્તામાં જીવના પરિણામનો રસ જડમાં જાય છે અને જડ જેવો થાય છે, એમાં ચૈતન્યની સ્ફુરણા રહેતી નથી. એમાં ચૈતન્ય મૂરઝાય છે, સૂંઢાય છે, મૂર્છાય છે.