________________
૩૮
[પરમાગમસાર-૯૯]
લેવું જોઈએ તે રીતે ન લેવામાં આવે અને બીજી રીતે લેવાઈ જાય-કે પ્રદેશો જ બીજા ભિન્ન છે, (તો) ગૃહીત મિથ્યાદર્શનમાં ચાલ્યો જાય.
હવે આમાંથી શું નીકળે છે ? એક ધ્યાન ખેંચવા જેવી વાત કરું છું, કે આવા તો અનેક પ્રશ્નો છે. આપણા તત્ત્વજ્ઞાનના વિષયના ક્ષેત્રમાં એટલો બધો વિસ્તાર છે કે આવા અનેક પ્રશ્નો છે. અને એ પ્રશ્નો જ્યારે સામે આવે, વિચારમાં આવ્યા જ ન હોય એને તો એ દોષ લાગુ પડવાનો હજી સવાલ નથી. પણ જ્યારે એ એના ઉદયવશ, એના ક્ષયોપશમની સામે આવે, એના શ્રદ્ધાન - જ્ઞાનની ચકાસણીનો એ વિષય થાય, આ સામે આવે ત્યારે તો પરીક્ષાનો વિષય થાય ને ? ત્યારે એને એકલા આત્માર્થી થઈને એ વિષયમાં ઊંડું ઊતરવું જોઈએ કે એનો પત્તો કાઢવો (જોઈએ), પત્તો લેવો જોઈએ. ત્યાં સુધી એને છોડવું જોઈએ નહિ. અને તે પણ તે વિષયના અધિકૃત એવા સાધક જીવો પાસેથી એને સમાધાન લેવું જોઈએ, એટલું જ નહિ, એ સમાધાન એને સ્વયં - સ્વતંત્ર રીતે ન બેસે, ત્યાં સુધી એણે એનો પીછો છોડવો જોઈએ નહિ. આમ છે. પરમ ભક્તિથી, પરમ આદરથી એ વિષયને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો કે શ્રીમદ્જી તો એ આજ્ઞા જ બાંધે છે, કે દ્રવ્યાનુયોગ સત્પુરુષનાં સંયોગમાં પરમ વૈરાગ્ય, દૃઢ વૈરાગ્ય અને દૃઢ ભક્તિભાવે અધ્યયન કરવા યોગ્ય છે. આટલી મર્યાદા બાંધી છે. શું ? શ્રીમદ્ભુએ તો આ મર્યાદા બાંધી છે કે દ્રવ્યાનુયોગ એમને એમ અધ્યયન કરવા યોગ્ય નથી. ક્યાંનો ક્યાં ચડી જઈશ તું ! ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યાં જતાં વાર લાગશે નહિ.
મુમુક્ષુ :- એમ કહ્યું છે ને કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી અનુભવજ્ઞાનથી નિવેડો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- અનુભવજ્ઞાનથી નિવેડો છે. પણ દ્રવ્યાનુયોગના વિષયમાં તો આ મર્યાદા બાંધી છે. સત્પુરુષને વચને અધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. આ છે (પત્રાંક) ૬૯૮ નંબર, છેલ્લે. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દેઢ સાધનસહિત મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.’ બીજી રીતે વિચારવા યોગ્ય નથી. એમ છે.
મુમુક્ષુ :- આમાં એક પ્રશ્ન થાય છે કે આપે વાત કરી કે જ્યારે વસ્તુ