________________
૪૨
પિરમાગમસાર-૯૯] સાગર કે એ પહેલાં તો એ નિગોદમાં ચાલ્યો જાય છે, એ અશુભની પ્રધાનતા બતાવે છે. મોક્ષમાર્ગમાં પ્રવેશ કરનાર જીવને શુભની વૃદ્ધિ થાય છે, અશુભનું ઘટવું થાય છે અને શુદ્ધ પરિણામની શરૂઆત થાય છે, પરિણામના ત્રણ પ્રકાર - અશુભ, શુભ અને શુદ્ધ. એમાં શુભ અને અશુભ બન્ને અશુદ્ધ જાતિનાં છે. હવે જાતિ અપેક્ષાએ વિચારીએ તો બે પ્રકાર (છે). આમ ત્રણ પ્રકાર, પણ જાતિ અપેક્ષાએ એના બે પ્રકાર છે. શુભ અને અશુભ અશુદ્ધ જાતિના પરિણામ છે અને સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ શુદ્ધ જાતિના પરિણામ છે.
તો કહે છે કે મોક્ષમાર્ગની શરૂઆતવાળા જીવને શુદ્ધ પરિણામની જાતિ શરૂ થાય, ત્યારે એની અશુભ જાતિમાં ક્યા પ્રકારે ફેરફાર થાય? કે એનો અશુભ ઘટે અને શુભ વધે, અને એ શુભ ઊંચા સ્તરનો ઉત્પન્ન થાય. શુભ પરિણામ જે ઉત્પન્ન થાય એની કક્ષા - એનું સ્તર ઊંચી જાતનો આવે. તોપણ મોક્ષમાર્ગી જીવ, એ ઊંચી જાતના શુભ પરિણામને શ્રદ્ધતો નથી. જે આત્માને શ્રદ્ધે છે, એટલે આત્માના સ્વભાવને શ્રદ્ધે છે, તે વિભાવને શ્રદ્ધતો નથી, કેમકે તે વિભાવ જાતિના છે. શ્રદ્ધતો નથી એટલે એને શું પ્રકાર ભજે છે? કે શ્રદ્ધતો નથી એટલે એને શુભ પરિણામ ઊંચી જાતિનો થવાં છતાં, આ ઠીક થયુંસારું થયું, ઈષ્ટ થયું અને લાભનું કારણ થયું, એ પ્રકારે એને વ્યામોહ થતો નથી.
જે શુભ પરિણામમાં સામાન્ય રીતે મિથ્યાદૃષ્ટિ જીવને મોહ થાય છે, આકર્ષણ થાય છે, અને એ હું વધારે ને વધારે કરું એવું ઊંધી શ્રદ્ધાને વશ, કર્તુત્વ ભાવે - કર્તાપણે એ કરે છે, ત્યારે) તો એ મિથ્યાત્વનું જ પોષણ કરે છે. એ તો કરવા યોગ્ય નથી. પરંતુ એ પરિણામ આ આત્માના સ્વભાવને અનુકૂળ નથી, પણ ખરેખર, નિશ્વય દૃષ્ટિથી તે પ્રતિકૂળ છે અને વ્યવહાર દૃષ્ટિએ તે સાનુકૂળ છે, વ્યવહાર દષ્ટિએ સાનુકૂળ છે એટલે શું? કે શુદ્ધાત્માનો પ્રયત્ન કરતાં (અર્થાતુ) જે શુદ્ધાત્માને અનુભવવાનો પ્રયત્ન છે તે કષાયના અભાવનો પ્રયત્ન છે. એ કષાયના અભાવના પ્રયત્નની પૂર્ણ સ્થિતિ ન થાય અને અપૂર્ણપણે રહે ત્યારે કષાય મંદ થઈ જાય તેથી તેને તેની સાનુકૂળતા ગણવામાં આવે છે. વ્યવહારે આ પ્રકારનો સંબંધ જોતાં (સાનુકૂળ ગણવામાં આવે છે). (આ) સંબંધને જ્યાં છેદવાનો પ્રકાર છે, એટલે કષાયને છેદવાનો જ્યાં પ્રકાર છે, ત્યાં તે કષાયને સાનુકૂળ નહિ (ગણતાં