________________
૩૦
[પરમાગમસાર-૯૯] છે અને ત્યાં સુધી તે જીવ સાધના કરી શકે છે અને કરે છે. અત્યારે પણ છે. અઢી દ્વીપની બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં છે. આજે પણ છે, અત્યારે પણ છે. એ દિવ્યધ્વનિથી શાસ્ત્રોમાં આવેલો) પ્રસિદ્ધ વિષય છે. એમ છે. કારણકે આપણે શું છે કે પાંચમાં ગુણસ્થાનમાં શ્રાવકમાં દેશવ્રત, અંશે ત્યાગ લેવામાં આવ્યો છે. એ તો એનો બાહ્ય દેખાવ છે કે સ્વરૂપસ્થિરતા વધતાં અનેક પ્રકારનો બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન ન થાય અને તેથી એને રાગના વિષયનો અભાવ હોય - સંયોગ જ ન હોય, ત્યારે એને જે બાહ્ય ત્યાગ દેખાય જેને) અંશે ત્યાગ અથવા દેશવ્રત કહીએ. પણ કોઈ એવો ત્યાગ કરે માટે શ્રાવક છે, એમ નથી. સ્વરૂપ-સ્થિરતા તે પંચમ ગુણસ્થાન છે, બાહ્ય ત્યાગ તો એના બાહ્ય પરિણામ છે, એનો બાહ્ય દેખાવ છે. પણ કોઈ નકલ કરે, સ્વરૂપ-સ્થિરતા ન આવે પણ બાહ્ય ત્યાગની નકલ કરી લ્ય, કે અમે આ દેશવ્રત પાળીએ છીએ, તો એને પંચમ ગુણસ્થાન ગણવું કે નહિ ? કે એને પંચમ ગુણસ્થાન તો નથી, પણ એને પંચમ ગુણસ્થાન માનવા જતાં ચોથું પણ નથી. એને પહેલું ગુણસ્થાન) છે અને તે પણ ગૃહીત મિથ્યાદર્શનનું છે. મિથ્યાદર્શન છે પણ એમાં એને ગૃહીત મિથ્યાદર્શનનું પહેલું ગુણસ્થાન છે, અગૃહીત પણ એને રહેતું નથી. એટલો બધો દોષ છે. જ એવા માન્યતાના મોટા દોષને સમજે નહિ, વિચારે નહિ, સમજીને ટાળવાનો પ્રયત્ન કરે નહિ, અને બહારનો ત્યાગ કરી બેસે છે, કે આમ કરતાં મારું કલ્યાણ થશે, મારો રાગ ટળશે, મને લાભ થશે, એટલો તો લાભ ખરો ને ? એ મિથ્યાત્વના ભાવનું જ પોષણ કરે છે. આ મોટું નુકસાન
| મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાને દ્રવ્યલિંગી થાય તો ચોથું ચાલ્યું જાય ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાં દ્રવ્યલિંગી અંગીકાર કરે, દીક્ષા અંગીકાર કરે, ત્યારે એ અંતરંગમાં અને બાહ્યમાં માને અને મનાવે કે હું સાધુ નથી, પણ હું ચોથા ગુણસ્થાનવ સાધક છું, ભલે મેં દીક્ષા અંગીકાર કરી છે, તોપણ સાધુપણાનો અભિલાષી છું. મારી સાધુ થવાની ભાવના વર્તે છે, તીવ્ર ભાવના વર્તે છે. સહજપણે જ અશુભ ઉપયોગમાં જવાતું નથી અને સહજપણે જ પંચમહાવ્રત આદિ શુભ ઉપયોગમાં રહી શકાય છે, તે પણ હઠથી નહિ.