________________
૨૮
થયા છીએ, અને હાજી લોકોને તો વ્યાજ ખવાય નહિ.
મુમુક્ષુ ઃ- સામાયિક પ્રતિક્રમણ લઈને બેઠાં હોઈએ, ભલે અશુભથી શુભ કરે અને મિથ્યાત્વનો ત્યાગ પછી કરીએ તો એમાં અશુભથી બચાય ને? પછી મિથ્યાત્વના ત્યાગનો પુરુષાર્થ કરીએ તો ?
[પરમાગમસાર-૯૯]
-
પૂજ્ય ભાઈશ્રી :- પણ પહેલાં આમ કરવામાં શું વાંધો છે ? તમે પુરુષાર્થ તો લઈ જાઓ છો ને એક બાજુ ? તમારે જે કાંઈ સામાયિક · પ્રતિક્રમણ, ત્યાગ (આદિ) જે કાંઈ શુભભાવમાં કરવું હોય, તો એ બાજુ પુરુષાર્થને તમે પ્રેરો છો કે નહિ ? તો એ પુરુષાર્થને એમ પ્રેરવાને બદલે, પુરુષાર્થને શુદ્ધ શ્રદ્ધાન કરવામાં કાં પ્રેરતા નથી ? બસ, આટલો સવાલ છે. પહેલું જે કરવા યોગ્ય છે તે પહેલું કરવું. પછી જે કરવા યોગ્ય છે તે પછી કરવું. એમાં શું વાંધો છે ? જે અનાદિથી પ્રસિદ્ધ માર્ગ છે, આ તો જિનોક્ત માર્ગ છે - જિનમાર્ગ છે, એ જિનમાર્ગને છોડીને બીજો ચીલો ચાતરવાથી ફાયદો શું છે, ? કાંઈ મહત્વ સ્થાપવું છે પોતાનું ? કે નહિ, ભગવાને ભલે કહ્યું, અમે સ્વતંત્રપણે આ ગોત્યું છે.
મુમુક્ષુ :- સામાયિક-પ્રતિક્રમણ કરવાનું ભગવાને કીધું તો છે ને ? પૂજ્ય ભાઈશ્રી :- પણ ભગવાને માર્ગનો ક્રમ આપ્યો છે નહિ ? અહીંયા ક્રમનો સવાલ છે. માર્ગનો જે ક્રમ છે, એ ક્રમ છોડીને અક્રમે માર્ગને ગ્રહણ કરવો, એ તો આજ્ઞાની અવજ્ઞા કરવા બરાબર છે. આજ્ઞા તોડવા બરાબર છે. એમ.
મુમુક્ષુ :- સાવ ઉલટી વાત ન આવે પણ, ગુરુદેવે કહ્યું છે કે જૈનનામધારીને પણ આવું વર્તન ન હોય, તો એના ઉપર ભાર મૂકવો કે પહેલાં આ કરવું ? એ ગૌણ કરવું કે પહેલાં આ મુખ્ય કરવું ?
પૂજ્ય ભાઈશ્રી :- આ મુખ્ય કરો તો બધું આવી જશે. આ મુખ્ય કરો તો બધું એમાં આવી જશે, અને નહિતર જૈન-નામધારીપણું રાખવામાં રોકાઈ જવાશે. જૈન-નામધારીપણું તો આવ્યું ને ! ચાલો, એટલું તો આપણે કર્યું ને ! ભાઈ ! એ (તો) તેં અનંતવાર કર્યું છે. તું દ્રવ્યલિંગી અનંતવાર થયો એમાં જૈન-નામધારીપણાનો મોહ શું હવે તને આટલો ? દ્રવ્યલિંગી તું અનંતવા૨ થયો, હવે જૈન-નામધારીપણું તો આવવું જોઈએ, ઓછામાં ઓછું એટલું તો કરું ? કે એ દિશામાં તું ખેંચા મા (અર્થાત્ ખેંચાઈશ નહીં). એ દિશામાં