________________
[પરમાગમ સારા-૯૬] છે. માન્યતાને કોઈ સ્પર્શે એટલે અંદરથી ગડબડ થાય. શાસ્ત્ર અભ્યાસનો રાગ થઈ ગયો હોય અને માન્યતા થઈ ગઈ હોય ત્યારે એ જીવને કઠણ લાગે કે, આવી વાત આવે છે ? આપણને આ જરાક ગમતી વાત નથી. ઓલી વાત બરાબર છે - વ્રત કરનારને, ઉપવાસ કરનારને સરખા ભાંડ્યા હોય ને તો એ રાજી થાય. પણ જ્યાં એને પોતાની શ્રદ્ધાને સ્પર્શે એવી વાત આવે ત્યાં અણગમો થાય (તો) એ સુપાત્રતાની નિશાની નથી !
આમાં શું છે, પાત્રતાને લાગેવળગે છે ત્યાં સુધી પાત્રતા તો એક એવી ચીજ છે કે, જીવને હિત થાય એવી કેટલી વાતો આવે એટલી એને રુચે અને પોતાની માન્યતામાં ધૂળ કે સૂક્ષ્મ ભૂલ કે કાંઈક ગ્રંથી રહી ગઈ હોય (અને) એવી ખાસ વાત આવે ત્યારે તો એને પ્રમોદ થાય. એટલો બધો પ્રમોદ થાય કે, અરે...! આ તો મારા પરમ હિતની વાત કરી. જો આ વાત ન આવી હોત તો હું ભૂલમાં રહી ગયો હોત. આના જેવો મારો કોઈ ઉપકારી નથી. એટલો બધો એને પ્રમોદ આવે. એ એની સુપાત્રતાની - પાત્રતાની નિશાની છે. અપાત્ર-કુપાત્ર હોય છે એને ત્યાં દુઃખ લાગે છે કે, આ વાત આપણને બહુ નથી ગમતી, બીજી બધી બરાબર છે. પણ આ વાત એની માન્યતાને અડે ત્યાં એ રાડ નાખે ! અને ઉહાપોહ કરે કે, નહિ, આમ ન હોવું જોઈએ, આવું નહિ... આવું નહિ... આવું નહિ... એ એની અપાત્રતાને સૂચવે છે.
એટલે શ્રીમદ્જીએ લખ્યું છે ને ! “વચનામૃત વીતરાગના પરમ શાંતરસ મૂળ’ પરમ શાંતિના રસના મૂળિયા ! આટલું બધું સ્થાપ્યું છે. પરમ શાંતરસના મૂળિયા એવા જે સિદ્ધાંતો છે, એકાંતે જીવને અંતર્મુખ કરાવનારા જે સિદ્ધાંતો છે, શાંતરસમાં જીવને તરબોળ કરે - ડુબાડી દે, એવા સિદ્ધાંતો કાયર જીવન–અપાત્રજીવને પ્રતિકૂળ પડે છે. એને એ ગમતા નથી. અણગમો એને આવે છે.
કેમકે (અહીંયા) કઠોર શબ્દ છે ને “શલ્ય છે' એમ કહી દીધું છે !
શલ્ય છે એટલે કઠોર લાગે જરાક કે, અરેરે...! શાસ્ત્ર વાંચીએ, આટલાઆટલા શાસ્ત્ર વાંચીએ અમે, આટલો-ઓટલો અમારો શાસ્ત્ર અભ્યાસ અને અમને શલ્ય કહ્યું ! પણ હવે અંગ-પૂર્વનો શાસ્ત્ર અભ્યાસ અભવીને હોય છે ! અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી તો અભવી પણ પહોંચે છે હવે