________________
કહાન રત્ન સરિતા
૨૫
આત્મા બાજુના પરિણામ આવે છે. એમાં રાગ અને જ્ઞાન બેયનું પરિણમન શરૂ થાય, એ તત્ત્વ-વિષયક (પરિણમન) થઈ ગયું. હવે જ્યાં તત્ત્વ-વિષયક પરિણમન થયું એમાં આ ખાવું અને આ ન ખાવું એવો વિકલ્પ પણ ન
આવ્યો હોય. એવો વિકલ્પ આવ્યો એમ ક્યાંથી ગણાય ? એ તો એમના (સ્વ) વિષયમાં પડી ગયા ! સ્વ-વિષયમાં આવી ગયા.
હવે, એ તત્ત્વજ્ઞાનની સ્વ-વિષયની જે પરિણમનની મર્યાદા છે એ એટલા ઊંચા સ્તરની છે, શુભભાવ સહિતની ભૂમિકા લઈએ તો એ ભૂમિકા એટલા ઊંચા સ્તરની છે કે એમાં અભક્ષ્યનો ત્યાગ કરવાનો જે શુભભાવ છે એ નીચા સ્તરનો શુભભાવ છે. (હવે) જેનું વજન એમ છે કે અભક્ષ્યનો ત્યાગ કર્યો છે કે નહિ, એ એમ વિચારે છે કે અભક્ષ્યનો ત્યાગ કર્યો હોય એ સ્તર કાંઈક ઊંચો છે. તત્ત્વજ્ઞાનનો વિચાર આવ્યો એમાં શું ? તત્ત્વનો - આત્માનો વિચાર આવ્યો એમાં શું ? એણે અભક્ષ્યનો ત્યાગ ક્યાં ક્યોં છે
હજી ?
મુમુક્ષુ :- સમ્યગ્દર્શન પછી અભક્ષ્ય તો બંધ જ થઈ જાય ને ! પૂજ્ય ભાઈશ્રી :- Automatic જ થઈ જાય એ તો. પછી તો શું થાય છે, કે વિકલ્પ ભલે ન આવ્યો કે આને હું ન ખાઉં પણ આત્મા બાજુ વળતાં, રાગ મટી અને શુદ્ધોપયોગ સુધી પહોંચી ગયા. સમ્યક્દર્શનને પ્રાપ્ત કર્યું. એ પ્રથમ ઉપશમ સમ્યક્દર્શનમાં ત્યારે આવ્યાં છે.
એમની પ્રસિદ્ધિ એ જીવના પરિભ્રમણની પ્રસિદ્ધિ તો ઋષભદેવ ભગવાનથી છે. ઋષભદેવ ભગવાનના એ પોત્ર હતાં, દીકરાના દીકરા (હતાં). મરીચિકુમાર (નામ હતું). અને ત્યાંથી તો એમણે પ્રસિદ્ધપણે વિરોધ કર્યો છે. ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ છે. આદિપુરાણ, પદ્મપુરાણ અને મહાપુરાણ (છે - એમાં) મહાપુરાણમાં ચોવીસ તીર્થંકરનો ઇતિહાસ છે. એમાં મહાવીરસ્વામી ભગવાનનો ઇતિહાસ એવો છે કે ઋષભદેવ ભગવાનના વખતમાં એમણે સમોસરણમાં બહાર રહીને, ગાળોનો વરસાદ વરસાવવાનું બાકી નથી રાખ્યું ! એટલો વિરોધ કર્યો છે. આ માયાજાળીયો છે ! આ પ્રપંચી છે ! આ બધાંને છેતરે છે ! મારા બાપના બાપ છે, હું ઓળખું છું, તમે ક્યાંથી ઓળખો ? ઠીક ! ત્યાંથી માંડીને, ઘણો વિરોધ કર્યો છે. (પછી) ગયા છે નરકમાં. એવું નહિ કે ભગવાનનો જીવ હતો એટલે નરકમાં
-