________________
ધર્મમાં આના છ વિભાગને “આ” નામે ઓળખવામાં આવે છે. આ છ આરાઓમાં સંખ્યા ન થઈ શકે એટલાં વર્ષો પસાર થઈ જાય છે.
આ બંને કાળમાં અસંખ્ય આત્માઓ ક્ષે જાય છે, આ ક્ષે જનાર કેવળીઓમાં તીર્થકરે એટલે પયગંબરે ન ધર્મ સ્થાપતા નથી પણ તેઓ સમય જતાં ધર્મમાં પેસી ગયેલી શિથિલતાને દૂર કરી નવું ચિતન રેડે છે અર્થાત દેશ-કાળ મુજબ મૂળ સિદ્ધાંતને બાધ ન આવે તેવો સુધારો કરી ઉપદેશ આપે છે. અને આચાર ધર્મ દ્વારા એક્ષ કેમ મેળવી તેને ઉપાય બતાવે છે. તીર્થકર અને કેવળમાં તાત્વિક અંતર નથી. તીર્થકરને કેવળી આ બંને તેજ ભવમાં મોક્ષે જાય છે ત્યારપછી તે બધા સિદ્ધ કહેવાય છે. પણ દેહધારી અવસ્થામાં કેવળી કરતાં તીર્થકરમાં એટલીજ વિશેષતા છે કે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ એટલે તીર્થની સ્થાપના કરે છે. તીર્થની રચના કરતા હોવાથી જ તેઓ તીર્થકર કહેવાય છે. છ આરાઓમાં ફક્ત ચોવીશ આત્માએ જ તેમના નામકર્મના પ્રભાવે તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. વર્તમાનકાળના ૨૪ તીર્થકરોનાં નામે નીચે પ્રમાણે છે. ૧ ઋષભદેવ (આદિનાથ) | ૧૩ વિમળનાથ ૨ અજિતનાથ
૧૪ અનંતનાથ ૩ સંભવનાથ
૧૫ ધર્મનાથ ૪ અભિનંદન
૧૬ શાંતિનાથ ૫ સુમતિનાથ
૧૭ કુંથુનાથ ૬ પદ્મપ્રભુ
૧૮ અરનાથ ૧૭ સુપાર્શ્વનાથ
૧૯ મલિનાથ ૮ ચંદ્રપ્રભુ
૨૦ મુનિસુવ્રત ૯ સુવિધિનાથ
૨૧ નમિનાથ ૧૦ શીતલનાથ
૨૨ નેમનાથ (અરિષ્ટનેમિ) ૧૧ શ્રેયાંસનાથ
૨૩ પાર્શ્વનાથ ૧૨ વાસુપૂજ્ય
૨૪ મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com