________________ 188 વિશવધર્મ. બૌદ્ધ અને જૈન ધર્મમાં પુષ્કળ ભેદ છે, છતાં બંનેમાં સામ્ય પણ ઓછું નથી. બંને વિશ્વધર્મ છે. સ્યાદ્વાદરૂપી બૌદ્ધિક અહિંસા, જીવદયારૂપી નૈતિક અહિંસા અને તપસ્યારૂપી આત્મિક અહિંસા જે ધારણ કરી શકે તે જ વિશ્વધર્મ થઈ શકે. આ પ્રસ્થાનત્રયી સાથે તમામ દુનિયાની યાત્રા થઈ શકે છે. આત્માની શોધમાં આ જ પાથેય કામ આવે એવું છે. અહિંસા એ મહાવીરનો ધર્મ છે. તમામ દુનિયાને જીતવાની હેશ રાખનાર જિનેશ્વરને ધર્મ છે. દુનિયાના એક ખૂણામાં પણ જણાં સુધી હિંસા વતી રહી હોય ત્યાં સુધી એ અહિંસા ધર્મ પરાજિત જ છે. કૃત્રિમ રીતે ભરણપોષણ આપી સૂક્ષ્મ જંતુઓને જીવાડવા એ અહિંસા ધર્મને સંતોષ ન હોવો જોઈએ. મહાવીરની પેઠે તમામ દુનિયાનું દર્દ-પાંચે ખંડનું દર્દ મહાવીરે તપાસવું જોઈએ. અને પોતાની પાસેનું અનામત ઔષધ ત્યાં ત્યાં પહોંચાડવું જોઈએ. મહાવીરના અનુયાયીઓએ હૃદયની વિશાળતા અને ઉત્સાહનું શૌર્ય કેળવી બધે પહોંચી જવું જોઈએ. સંગ્રામને વીર શસ્ત્રાસ્ત્ર લઈને દેડે અહિંસાના વીર આત્મશુદ્ધિ અને કરુણાથી સજજ થઈ દેડે. તમામ દુનિયાને અપાસરે બનાવવું જોઈએ. નાનકડા અપાસરામાં કેટલાને આશ્રય મળી શકે? કાકા કાલેલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com