________________
: ૧૩૦ :
સદ્દવિચારણા, સદાચરણા, તપ, સયમ, ભાવનાળ તથા આધ્યાત્મિક તત્ત્વાનુ પુનઃ પુનઃ પરિશીલન અને ખરાબ સંચાગોથી દૂર રહેવુ એ જ અધ્યાત્મશાસ્રર્વાણુંત સાધન-પ્રણાલી છે.
આત્મામાં અનન્ત શક્તિ છે. અધ્યાત્મના માર્ગે તે શક્તિઓને ખીલવી શકાય છે. આવરણા દૂર થવાથી આત્માની જે શક્તિ પ્રકાશમાં આવે છે, તે વર્ષોંનમાં મૂકી શકાય તેમ નથી. આત્માની શક્તિ ( Power ) સામે વિજ્ઞાન( Science )ના ચમત્કારો કાંઇ હિસાબમાં નથી. જડવાદ વિનાશી છે, જ્યારે આત્મવાદ તેથી ઊલટા છે. જડવાદથી પ્રાપ્ત થતી ઉન્નતિ અને જડ પદાર્થાના આવિષ્કાર એ અર્ધું નશ્વર છે; પરંતુ આત્મસ્વરૂપના પ્રકાશ અને તેથી થતા મહાનૂ અપૂર્વ આનંદ એ અખંડ અને અક્ષય છે, નિસ ંદેહ, આધ્યાત્મિક જીવન એ જ ઉચ્ચ કાટીનુ જીવન છે.
જૈન-જૈનેતર દષ્ટિએ આત્મા.
ટળી
અધ્યાત્મના વિષયમાં આત્માનું સ્વરૂપ જાણુત્રુ અગત્યનું છે. જૂદી જાદી દૃષ્ટિએ આત્મસ્વરૂપના વિચાર કરવાથી તે સબધી શંકા જાય છે અને આત્માની સાચી એળખાણુ થવાથી તેના ઉપર અધ્યાત્મના સાચે માંડી શકાય છે. પરન્તુ આ વિષય અતિ વિસ્તૃત છે, છતાં તે સબંધી એકાદ બે બાબતો ઉપર ટ્રૅક અવલોકન કરી લઈએ——
પ્રથમતઃ કેટલાક દર્શનકારા આત્માને શરીર માત્રમાં સ્થિત નહિ માનતાં વ્યાપક માને છે, અર્થાત્ પ્રત્યેક આત્મા આખા જગતને વ્યાપ્ત કરી રહેલા છે, એમ એના અભિપ્રાય છે. એ સિવાય એમ પણ એએવુ માનવુ છે કે જ્ઞાન એ આત્માનુ અસલ સ્વરૂપ નથી, કિન્તુ શરીર, ઇન્દ્રિય અને મનના સંબંધથી આગન્તુક–ઉત્પન્ન થનારા તે આત્માના અવાસ્તવિક ધમ છે.
૧. નેયાયિક, વૈશેષિક અને સાંદનવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com