________________
:૧૫૪ ઃ "नैवानि च स्नानं न प्रार्द्ध देवतार्चनम् ।
दानं वा वाहितं रात्री भोजनं तु विशेषतः ॥" અર્થાતઆહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને વિશેષ કરીને ભજન રાત્રે ન કરવું જોઈએ.
આ વિષયમાં “આયુર્વેદ” ને પણ એ જ મુદ્રાલેખ છે કે – " हमामिपनसंकोचश्चन्डरोचिरपायतः ।
अतो नक्तं न भोक्तव्यं सूक्ष्मजीवादनादपि ॥" –સૂર્યના અસ્ત થયા પછી હૃદયકમલ અને નાભિકમલ એ બંને સંકેચાઈ જાય છે. એથી, અને સૂક્ષ્મ જીવાનું પણ ભોજનની સાથે ભક્ષણ થઈ જતું હેવાથી રાત્રિએ ભોજન કરવું નહિ.
ઉચ્છિષ્ટ (એવું) ખાવું-પીવું પણ જૈન ધર્મમાં નિષિદ્ધ છે. સ્વચ્છતા, સુઘડતા, શુદ્ધતા અને સમુચિત શૌચ તરફ ધ્યાન આપવાનું જેન આચારગ્રન્થ સારી પેઠે ફરમાવે છે. લાંબો વખત મળ-મૂત્ર રહેવાથી તેમાંથી ઊડતા વિલક્ષણ જંતુઓના સંક્રમણને લીધે અનેક રોગો પેદા થાય છે, એમ રસાયનશાસ્ત્ર બતાવે છે, ત્યારે જૈનશાસ્ત્ર પણ છૂટી. જગ્યામાં મળ-મૂત્ર કરવાનું ફરમાવે છે.
ટૂંકમાં એટલું કહી દેવું જોઈએ કે શાસ્ત્રોક્ત આચાર-વ્યવહાર જીવનની ઉન્નતિનાં પગથિયાં છે. શાસ્ત્રનિયમાનુસાર વર્તન રાખવામાં આરોગ્યને લાભ છે, અર્થસિદ્ધ છે અને કપ્રિયતા મેળવાય છે. સાથે જ સાથે આજતિને ઉદ્દેશ પણ બરાબર સિદ્ધ કરી શકાય છે.
જ્યાં સુધી વસ્તુઝાનમાં સંદેહ યા બ્રાતિ હેય ત્યાં સુધી યથાર્થ પ્રવૃત્તિ બનતી નથી, એ સુવિદિત છે. વસ્તુતત્વની પરીક્ષા પ્રમાણઠારા થાય છે, એમાં બે મત નથી. આ માટે જેનન્યાયની પરિભાષાનું અવલેકિન પણ ટૂંકમાં કરી જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com