Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 178
________________ સ્વરૂપને યથાર્થ સમજનાર આ સ્યાદ્વાદને સંશયવાદ કહેવાનું સાહસ કદાપિ કરી શકે નહિ. રાત્રે કાળી દેરડી પર નજર પડવાથી “આ સર્પ છે કે દેરડી?” એવો સહ કઈ વખતે ઉત્પન્ન થઈ જાય છે. દૂરથી ઝાડના ઠુંઠાને જોઈ “આ ઝાડ છે કે કોઈ માણસ ?” એ શક કદાચિત ઊભો થઈ જાય છે. આવી રીતે સંશયનાં અનેક ઉદાહરણે જાણીતાં છે. આ સંશયમાં સર્પ અને દોરડી, અથવા વૃક્ષ અને માણસ, એ બંને વસ્તુઓ પૈકી એક પણ વસ્તુ નિશ્ચિત હોતી નથી. અમુક એક વસ્તુ કઈ કસરૂપે સમજવામાં ન આવે, એ સંશય છે. સંશયનું આવું સ્વરૂપ સ્યાદ્વાદમાં કઈ બતાવી શકે તેમ છે? સ્યાદાદ એક જ વસ્તુને જૂદી જૂદી અપેક્ષાએ અનેક રીતે અવલકવાનું કળે છે. અર્થાત એક જ વસ્તુ અમુક અપેક્ષાએ “અસ્તિ” છે, એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ “નાસ્તિ' છે, એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ અમુક દૃષ્ટિએ નિત્ય રૂપે પણ નિશ્ચિત છે અને અમુક દષ્ટિએ અનિત્ય રૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થને, વિરુદ્ધ રીતે ભાસતા પણ અપેક્ષા–સંગત ધર્મોથી યુક્ત હેવાને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ જે નિશ્ચય કરવો એનું નામ સ્યાદાદ છે. આ સ્યાદ્વાદને સંશયવાદ” કહે એ પ્રકાશને અધકાર કહેવા બરાબર છે. હતું કે—“ સ્યાદ્વાદને સિદ્ધાન્ત, અનેક સિદ્ધાન્ત અવલોકીને તેને સમય કરવા ખાતર પ્રકટ કરવામાં આવ્યો છે. સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિન્દુ અમારી સામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબન્ધ રાખતું નથી. એ નિશ્ચય છે કે વિવિધદષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિ. આ માટે સ્યાદ્વાદ ઉપગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે, એ હું નથી માનતે. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દષ્ટિબિન્દુ અમને મેળવી આપે છેવિશ્વનું કેવી રીતે અવલોક્ન કરવું જોઈએ, એ અમને શિખવે છે.” કાશીના મહેમ મહામહોપાધ્યાય રામમિશ્રશાસ્ત્રીજીએ સ્યાદ્વાદના વિષયમાં જે પોતાને ઊંચે મત દર્શાવે છે, તેને માટે તેઓનું વ્યાખ્યાન “સુજનસમેલન” જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200