Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 189
________________ : ૧૭૭: જે દષ્ટિ, વસ્તુની તાત્વિક સ્થિતિ અર્થાત વસ્તુના મૂળ સ્વરૂપને સ્પર્શ કરનારી છે, તે “ નિશ્ચયનય ” અને જે દૃષ્ટિ વસ્તુની સ્થલ, બાહ્ય અવસ્થા તરફ લક્ષ ખેંચે છે તે “ વ્યવહારનય ” છે. નિશ્ચયનય એમ બતાવે છે કે આત્મા (જીવ માત્ર) ૯-મુહ-નિરંજન સચ્ચિદાનંદમય છે, જ્યારે વ્યવહારનય આત્માને કર્મબદ્ધ અવસ્થામાં હવા-અવિદ્યાવાન, બતાવે છે. આવી રીતનાં નિશ્ચય-વ્યવહારનાં અનેક ઉદાહરણે છે. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય, શાસ્ત્ર કે સિદ્ધાન એ બધું નય’ કહી શકીએ. ઉપર બતાવેલા ન પિતપતાની મર્યાદામાં રહે તે માનનીય છે. પરંતુ એક-બીજાને અસત્ય ઠરાવવા તત્પર થાય, તો તેઓ બધા અમાન્ય ઠરે છે. જેવી રીતે કે, જ્ઞાનથી મુક્તિ બતાવનાર સિદ્ધાન્ત, અને ક્યિાથી મુક્તિ બતાવનાર સિદ્ધાન્ત એ બંને સ્વપક્ષનું ખંડન કરતાં યદિ એકબીજાના પક્ષના ખંડનમાં ઉતરે, તે અગ્રાવ બને એ પ્રમાણે , અનિલ અને નિત્ય બતાવનાર સિદ્ધાન્ત તથા આત્મા અને શરીરને બેતથા અભેદ બતાવનાર સિદ્ધાન્ત, યદિ એક-બીજા પર આક્ષેપ કરવામાં ઉતરે, તે તે અમાન્ય ઠરે. સમજી રાખવું જોઈએ કે નય આંશિક (અંશતઃ) સત્ય છે, આંશિક સલને સંપૂર્ણતયા સત્ય માની શકાય નહિ, એ દેખીતું છે. આત્માને અનિલ કે ઘટને નિત્ય માન એ સર્વ અંશે સત્ય કહેવાય નહિં. જે સત્ય જેટલે અંશે હેય, તે સત્ય તેટલે અંશે માનવું એ જ યુક્ત. ગણી શકાય. વસ્તુતઃ “નયે કેટલા છે?” એની ગણના થઈ શકે તેમ નથી. અભિપ્રાય કે વચનપ્રયોગે જ્યારે ગણનાથી બહાર છે, તે નયે તેથી જુદા ન હોવાથી તેની ગણના હોઈ શકે નહિ. આમ છતાં મુખ્યતયા નયના બે ભેદ બતાવ્યા * "जावया वयणपहा ताबाया चेव इंति नयवाया " , – સન્મતિસૂત્ર, ” “સિદ્ધસેન દિવાકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200