________________
: ૧૮૧ ઃ
જૈન દષ્ટિની મહત્તા. જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગમાર્ગ છે. “સ્વાહાદ” સિદ્ધાન્ત જગની અશાતિને દૂર કરવા માટે છે. વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાનાં માનસ ક્ષુબ્ધ બને છે, અને વાતાવરણ અશાન બને છે ત્યારે તત્વ દર્શીએ પ્રજાની સામે સ્યાદ્વાદને પ્રકાશ ધરે છે, અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાનો માર્ગ સમજાવે છે. સ્યાદ્વાદને સિદ્ધાન્ત, આ રીતે અવલોકન-દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કોલાહલેને શમાવે છે. આમ, રાગ-દ્વેષને શમાવી જનતામાં મૈત્રીભાવ રેડવામાં સ્યાદ્વાદની ઉપગિતા છે. જેને ઉપદેશનું અતિમ પરિણામ રાગ-દેષની નિવૃત્તિમાં મૂકાય છે. એ એક જ માત્ર જૈન પ્રવચનનું મુખ્ય ધ્યેય છે.
જૈનધર્મના સિદ્ધાનોને છુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્ર નિર્માણ કર્યા છે. જેમાં, મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈપણ દર્શનના સિદ્ધાન્તને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ, તેમના વાડમયમાં નહિ જણાય. બલકે અચાન્ય સિદ્ધાન્તને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દ્રષ્ટિ તેમના ગ્રન્થમાં સ્પષ્ટ જોવામાં આવે છે. ઉદાહરણાર્થ, જુઓ શ્રીહરિભદ્રાચાર્યનો “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ગ્રન્ય. તેમાં જૈનદર્શન-સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી ” એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્સર સિદ્ધ કર્યા પછી આચાર્ય મહારાજ શું લખે છે, એ જરા જુઓ !
તરજાળવવાદોડ પુતે પણ
સખ્ય ન્યાયાપિન યથા સુપુયો” " ईश्वरः परमात्मैव तदुक्तवतसेवनात् ।
यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com