________________
: ૧૪: *
"विज्ञानमात्रमध्येवं पावसंगनिवपये।
વિનેયાન વિકલ્પ યા જનાતા” "एवं च शून्यवादापि सद्विनेयानुगुण्यतः।
મિયતરજુ ચતે તરવતિના .” –“મધ્યસ્થ પુનું એમ કહેવું છે કે–આ ક્ષણિકવાદ બુદ્ધ પરમાર્થદષ્ટિએ અર્થાત્ વસ્તુસ્થિતિએ કહ્યો નથી, કિન્તુ મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યોને આશ્રીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યો છે. શુન્યવાદ પણ યોગ્ય શિષ્યોને આશ્રીને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધ કહ્યો જણાય છે.” • વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર દોષ બતાવી છેવટે આચાર્ય મહારાજ કહે છે કે – " अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये ।
દૈતલેશનશા નિર્તિકા ન તુ તાવતા.” –“મધ્યસ્થ મહર્ષિએ એમ વ્યાખ્યાન કરે છે કે-અદ્વૈતવાદ વસ્તુસ્વરૂપની દષ્ટિએ બતાવવામાં આવ્યો નથી, કિન્તુ તેને ખરે આશય સમભાવને પ્રાપ્ત કરવાનું છે. ”
આવી રીતે જૈન મહાત્માઓ, અન્ય દર્શનેના સિદ્ધાન્તોની તટસ્થદષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધદષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે છે જેને દૃષ્ટિની કંઈ ઓછી ઉદારતા ન ગણાય. અન્ય દર્શનેના ધુરંધરોને “મહર્ષિ ', “મહામતિ” અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થોમાં ઉલ્લેખવા, અને તુચછ અભિપ્રાયવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેઓના હલકા શબ્દથી વ્યવહાર ન કરવો અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે પ્રસન્ન શૈલીથી સામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com