Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 194
________________ |ઃ ૧૮૨: " तदनासेवनादेव यत्संसारोऽपि तत्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥" અર્થાત–ઇશ્વરલને મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા ઈશ્વરે બતાવેલા માર્ગનું સેવન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે એ મુક્તિના દેનાર ઇશ્વર છે, એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદર્શિત માર્ગનું સેવન નહિ કરવાથી સંસારમાં જે પરિબમણુ કરવું પડે છે, તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે, એમ કહી શકાય છે. જેઓને “ઈશ્વર જગતને કર્તા છે ”એવા વાય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એમ– "कर्ताऽयमिति तद्वाक्ये यतः केपाश्चिदादरा । –આ કથી સ્પષ્ટ થાય છે. હવે બીજી રીતે, ઉપચાર વગર ઇશ્વરને જગકર્તા બતાવે છે– " परमैश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः। स च कर्तेति निर्दोषः कर्तवादो व्यवस्थितः ॥" –ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકે દરેક આત્મામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે, અને આત્મા, જીવ તે ચેખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કર્તવાદ ( જગકર્તવવાદ) વ્યવસ્થિત થઈ શકે છે. આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે મામનિઃ વીશ્વરા મા सत्वार्थसंप्रवृत्ताच कथं तेऽयुक्तभाषिणः ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200