Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 192
________________ : ૧૮૦ : હતું ” લખે છે; તે આ નયને આભારી છે. લિંગભેદના ઉદાહરણમાં કુઓ ', “ કુઈ '. સમંભિરૂઢ પર્યાયશબ્દોના ભેદથી અર્થને ભેદ માનો એ આ નયની પદ્ધતિ છે. શબ્દભેદ પણ વ્યુત્પત્તિભેદ પણું અર્થભેદક છે, એમ આ નયનું મંતવ્ય છે. આ નય કથે છે કે-રાજા, નૃપ, ભૂપતિ વગેરે શબ્દ ભિન્ન-અર્થવાળા છે, કેમકે રાજ, નૃપ, ભૂપતિ વગેરે પર્યાયશબ્દો યદિ ભિન્ન અર્થવાળા ન હોય, તે ઘટ, ૫ટ, અશ્વ વગેરે શબ્દો પણ ભિન્ન અર્થવાળા ન થવા જોઈએ, માટે શબ્દના ભેદથી અર્થને ભેદ છે. રાજચિહેથી શોભે તે રાજ, મનુષ્યનું પાલન કરે તે નૃપ અને પૃથ્વીનું સંવર્ધન કરે તે ભૂપતિ. એવભૂત. આ નયની દૃષ્ટિએ, શબ્દ પિતાના અર્થને વાચક (કહેનાર) ત્યારે થાય કે જ્યારે, તે અર્થ–પદાર્થ, તે શબ્દની વ્યુત્પત્તિમાંથી જે ક્રિયાને ભાવ નીકળતું હોય, તે ક્રિયામાં પ્રવર્તે હોય. દાખલા તરીકે, રાજચિહેથી શેભી રહ્યો હોય ત્યારે જ “રાજા', અને મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ “નૃપ, કહેવડાવી શકાય, ત્યારે જ તેવી વ્યક્તિ વિષે “રાજા” અને “પ” શબ્દનો પ્રયોગ વાસ્તવિક ઠરે. આ સાતે ન જુદા જુદા પ્રકારના દષ્ટિબિન્દુએ છે, ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષ અભિપ્રાય છે, એમ સારી પેઠે કહેવાઈ ગયું છે. પોતપોતાની હદમાં સ્થિત રહી અન્ય દષ્ટિબિન્દુને તેડી ન પાડવામાં નની સાધુતા છે. મધ્યસ્થ પુરૂ સર્વ નયને જુદી જુદી દષ્ટિએ માન આપી તરવક્ષેત્રની વિશાલ સીમાને અવલોકન કરે છે. અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ ઊભી થવાથી, આત્માની નિર્મલ દશા મેળવવા તે ભાગ્યવાન થઈ શકે છે.* ૯ નય, ને વિષય વિસ્તૃત છે. આની અંદર જુદી જુદી વ્યાખ્યાઓ ઘણું સમાયેલી છે. ઉમાસ્વાતિ મહારાજદૂત તત્વાર્થસૂત્ર અને યશોવિજય ઉપાધ્યાયકૃત નયપ્રદીપ, નપદેશ, નયરહસ્ય વગેરે તથા અન્ય અનેક ગ્રન્થમાં આ વિષય પર વધુ વિવરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200