Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 190
________________ : ૧૭૮: છેવ્યાર્થિક અને પર્યાયાર્થિક. મૂળ પદાર્થને દ્રવ્ય” કહેવામાં આવે છે. જેવી રીતે ઘટની માટી. મૂળ દ્રવ્યને પરિણામ “ પર્યાય ” કહેવાય છે. માટી અથવા કોઈપણ મૂળ પદાર્થને લગત જે ફેરફાર થાય છે તે બધું “પર્યાય સમજ. “ દ્રવ્યાર્થિક ” નય એટલે મૂળ પદાર્થ, સામાન્ય તત્વ પર લક્ષ્ય આપના અભિપ્રાય. અને “પર્યાયાયિક ” નય એટલે પર્યાયને લક્ષ્ય કરનાર અભિપ્રાય. કવ્યાર્થિક નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. જેમકે-ઘડો મૂળ દ્રવ્ય-મૃત્તિકારૂપે નિત્ય છે. પર્યાયાર્થિક નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે. કેમકે સર્વ પદાર્થોમાં પરિવર્તન થતું રહે છે. સામાન્ય તત્વગામી વિચારદષ્ટિ " દ્રવ્યાર્થિક નય ” અને વિશેષ અંશગામી, “ પર્યાયાર્થિક નય ” તે તે દૃષ્ટિ તત્ત૬ અંશગામી પ્રાધાન્યને લાઈ ગણાય છે. એટલે એમાં અન્ય અંશનું સ્થાન ગૌણભાવે રહે. પ્રકારાન્તરથી નયના સાત પ્રકારે દર્શાવ્યા છે–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસત્ર, શબ્દ સમભિરૂઢ અને એવભૂત. નૈગમ. “ નિગમ ” એટલે સંકલ્પ–કલ્પના. એ કલ્પનાથી થતો વ્યવહાર “ નૈગમ ” કહેવાય છે. એના ત્રણ પ્રકારે છે–ભૂતનગમ,” ભવિષ્યનૈગમ ” અને “વર્તમાનનગમ”. થઈ ગયેલી વસ્તુને વર્તમાનરૂપે વ્યવહાર કરવો. એ “ભૂતનૈગમ” છે. જેવી રીતે-તે જ આ દીવાલીને દિવસ છે, કે જે દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા હતા.” આ ભૂતકાળને વર્તમાનમાં ઉપચાર છે. મહાવીરના નિર્વાણ દિવસ આજે (આજના દીવાળીના દિવસે) માની લેવાય છે. આવી રીતે ભૂતકાળના વર્તમાન તરીકે ઉપચારનાં અનેક ઉદાહરણો છે. થનારી વસ્તુને થઈ કહેવી એ “ભવિષ્યદનગમ” છે. જેવી રીતે-ચેખા પૂરા રંધાયા ન હોવા છતાં ચેખા રધાઈ ગયા” એમ કહેવું. ચેખા રંધાઈ જવા આવ્યા હોય * अतीतस्य वर्चमानवत् कथनं यत्र स भूतनगमः । यथा " तदेवायं दीपोत्सवपर्व, यस्मिन् वर्धमानस्वामी मोक्षं गत –નયપ્રદીપ, શ્રી યશોવિજયજી. રાના” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200