________________
: ૧૭૬ : પરિવર્તનની સાથે પણ આભા પરિવર્તનની ઘટમાળમાં ફરતે સમજી શકાય છે. આવી સ્થિતિમાં આત્માને સર્વથા-એકાન્તઃ નિત્ય માની શકાય નહિ. અતએ આત્માને એકાન્તનિત્ય નહિ, એકાન્તઅનિય નહિ, કિન્તુ નિત્યાનિત્ય માનવાનું પ્રાપ્ત થાય છે. આવી હાલતમાં જે દષ્ટિએ આત્મા નિત્ય છે તે, અને જે દૃષ્ટિએ આત્મા અનિત્ય છે તે બંને દષ્ટિએ ન કહેવાય છે.
શરીરથી આત્મા જુદો છે, એ વાત સુસ્પષ્ટ અને નિ:સન્ટેડ છે; પરંતુ એમાં એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે-દહીંમાં જેમ માખણ વ્યાપીને રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. આ ઉપરથી માટલું અને તેમાં રહેલા લાડુની જેમ, શરીર અને આત્મા, જુદા સિહ થતા નથી, એ ખુલ્લું જણાય છે; અને એથી જ શરીરના કોઈપણ ભાગમાં કાંઈક ચેટ લાગે કે તુરત જ આત્માને વેદના થવા લાગે છે. શરીર અને આત્માના આવા ગાઢ-અત્યન્ત ગાઢ સંબધને લઈ જેનશાસ્ત્રકારો કહે છે કે આત્મા શરીરથી વસ્તુતઃ જુદે હોવા છતાં, તેને શરીરથી તદ્દન ભિન્ન ન માન જોઈએ. કેમકે તેમ માનવામાં તદ્દન ભિન્ન એવાં બે મનુષ્યનાં શરીર પૈકી એકને આઘાત લાગવાથી બીજાને જેમ વેદનાને અનુભવ થતું નથી, તેમ શરીર પર આઘાત લાગવા છતાં આત્માને વેદનાને અનુભવ થ ન જોઈએ, અને થાય છે ખરે, એ આબાલ-ગોપાલ પ્રતીત છે. આ માટે આત્મા અને શરીરને કેઈક અંશે અભેદ પણ માન ઘટે છે, અર્થાત શરીર અને આત્મા એ વસ્તુતઃ ભિન્ન હોવા છતાં કથંચિત અભિન્ન પણ કહી શકાય છે. આ સ્થિતિમાં જે દષ્ટિએ આત્મા અને શરીર ભિન્ન છે, તે અને જે દષ્ટિએ આમા અને શરીરને અભેદ મનાય છે, એ બંને દૃષ્ટિએ નયે કહેવામાં આવે છે.
જે અભિપ્રાય, જ્ઞાનથી સિદ્ધિ બતાવે છે, તે “જ્ઞાનમય” છે. અને જે અભિપ્રાય, ક્રિયાથી સિદ્ધિ કથે છે, ને “ ક્રિયાનય” છે. આ બંને અભિપ્રાય ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com