Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 186
________________ : ૧૭૪ : * સપ્તભંગી (સાત વચનપ્રયોગ) બે વિભાગમાં વહેંચાય છે. -એકને “સકલાદેશ” કહેવામાં આવે છે, જ્યારે બીજી સપ્તભંગી “વિકલાદેશ” છે. અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે, એ વાક્યથી અનિત્ય ધર્મની સાથે રહેતા ઘટના બીજા તમામ ધર્મોને બેધન કરવાનું કામ સકલાદેશ” નું છે. “સલ” એટલે તમામ ધર્મોને, “આદેશ” એટલે કચન કરનાર, એ “સકલાદેશ” છે. એને “પ્રમાણુવાકય” કહેવામાં આવ્યું છે કેમકે પ્રમાણું, વસ્તુના તમામ ધર્મોને ગ્રહણ કરનારું માનવામાં આવ્યું છે. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે, એ વાકયથી ઘટના માત્ર અનિત્ય ધર્મને બતાવવાનું કામ “વિકલાદેશ'નું છે. “વિલ” એટલે અપૂર્ણ અર્થાત અમુક વસ્તુધર્મને, “આદેશ' એટલે કથન કરનાર, એ વિકલાદેશ છે. “વિકલાદેશને “નયવાક્ય ” માનવામાં આવ્યું છે. “નય' એ પ્રમાણને અંશ છે. પ્રમાણુ સપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે નય તેમાંના અંશને ગ્રહણ કરે છે. એ દરેક સમજી શકે છે કે–શબ્દ યા વાક્યનું કામ અર્થને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જે જ્ઞાન, તે પ્રમાણ; અને તે જ્ઞાનને પ્રકાશમાં મૂકના જે વાકય, તે “પ્રમાણુવાક્ય ” કહેવાય છે. વસ્તુના અમુક અંશનું જે જ્ઞાન તે નય; અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનારું જે વાકય, તે “નયવાય’ કહેવાય છે. આ પ્રમાણ વાક અને નય-વાકયોને સાત વિભાગમાં વહેંચવા એ “સપ્તભંગી' છે. " स्यादस्त्येव, स्याद् नास्त्येव, स्यादवक्तव्यमेव इतिक्रमतो। विधिनिषेधकल्पनया युगपद् विधिनिषेधकल्पनया च –“પ્રમાણુનયતત્ત્વાકાલંકાર, “વાદિદેવસૂરિ. જ આ વિષય અત્યન્ત ગહન છે. ખૂબ વિસ્તારવાળે છે. “સપ્તભંગીતરંગિણ” નામના જૈનતર્કગ્રન્થમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સન્મતિપ્રકરણ” વગેરે જૈન ન્યાયશાસ્ત્રોમાં આ વિષયને ઊંડાણથી ચર્ચવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200