Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 184
________________ : ૧૭૨ : - ચાર વચનપ્રકારે જોઈ ગયા. તેમાં મૂળ તે શરૂઆતના બે જ છે. પાછળના બે વચનપ્રકારે, શરૂઆતના બે વચનપ્રકારના સંગથી ઉદ્દભવેલા છે. “કથંચિત-અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે” “કથંચિત-અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે” એ બે શરૂઆતનાં વાક જે અર્થ બતાવે છે, તે જ અર્થને ક્રમથી ત્રીજે વચનપ્રકાર દર્શાવે છે, અને તે જ અર્થને ક્રમ વગર યુગપ–એક સાથ બતાવનાર ચેથું વાય છે. આ ચેથા વાક્ય ઉપર મનન કરતાં એ સમજી શકાય છે કે ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય પણ છે, અર્થાત કોઈ અપેક્ષાએ ઘટમાં અવક્તવ્ય ધર્મ પણ રહે છે. પરંતુ એકાન્ત રીતે ઘટને અવક્તવ્ય માન ન જોઈએ. એમ માનવા જતાં, અમુક અપેક્ષાએ ઘટ અનિત્યરૂપે અથવા અમુક અપેક્ષાએ ઘટ નિત્યરૂપે જે અનુભવાય છે, તેમાં આપત્તિ આવી પડશે. અએવ ઉપરના ચારે વચનપ્રયોગો “હ્યા” શબ્દથી યુક્ત, અર્થાત કથંચિત, એટલે અમુક અપેક્ષાએ સમજવા જોઈએ. આ ચાર વચનપ્રકારે ઉપરથી બીજા ત્રણ વચનપ્રયોગ ઉપજાવી શકાય છે– પંચમ વચનપ્રકાર. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય લેવાની સાથે અવક્તવ્ય છે.” પષ્ટ વચનપ્રકાર, “અમુક અપેક્ષાએ ઘટ નિત્ય હેવાની સાથે અવક્તવ્ય છે. ” સમમ વચનપ્રકાર. “અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય અને નિત્ય હોવાની સાથે અવક્તવ્ય છે. ” સામાન્યતઃ ઘટને અનિત્ય, નિત્ય અને અવક્તવ્ય એ ત્રણ રીતે અહીં એ ધ્યાનમાં રહે છે, એક સાથે મુખ્યપણે નહિ કહી શકાતા એવા નિત્ય-અનિત્ય ધર્મો “અવક્તવ્ય” શબ્દથી કથન કરતા નથી, કિન્તુ તે ધર્મો મુખ્યપણે એક સાથે કહી શકાતા ન હોવાને લીધે વસ્તુમાં “અવક્તવ્ય” નામને ધર્મ પ્રાપ્ત થાય છે, કે જેનું “અવક્તવ્ય’ શબ્દથી કથન કરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200