Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 177
________________ : ૧૬૫ : દ્રવ્ય-ક્ષેત્ર–કાળ–ભાવથી વિચારતાં, ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત છે. જેવી રીતે કાશીમાં, વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલી માટીને કાળે ઘટ, દ્રવ્યથી માટીને છે, અર્થાત મૃત્તિકારૂપ છે, પરંતુ જલરૂપ નથી. ક્ષેત્રથી બનારસને છે, પરંતુ બીજા ક્ષેત્રને નથી. કાળથી વર્ષાઋતુને છે, પરંતુ બીજી તુને નથી. ભાવથી સામવર્ણવાળો છે, પરંતુ અન્ય વર્ણવાળો નથી. ટૂંકમાં પિતાના સ્વરૂપથી જ દરેક વસ્તુ “અસ્તિ” કહી શકાય, બીજાના સ્વરૂપથી નહિ. બીજાના સ્વરૂપથી નાસ્તિ કહેવાય. વળી સ્વાદાનું એક ઉદાહરણ જોઈએ. વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલાં છે. સો ઘડાઓમાં “ઘડે ” “ઘડે એવી જે એકાકાર ( એક સરખી ) બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ જ બતાવી આપે છે કે તમામ ધડાઓમાં સામાન્યધર્મ–એકરૂપતા રહેલી છે તે સિવાય, સે ઘડાઓમાંથી પિતપોતાને ઘડે જે ઓળખી લેવાય છે, ઉપરથી તમામ ઘડાઓ એક-બીજાથી વિશેષતા-ભિન્નતા-પૃથફતાવાળા સિદ્ધ થાય છે. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ સર્વ પદાર્થો સંબંધ સમજવું. એ બંને સ્વરૂપ–સાપેક્ષ છે અને વસ્તુથી અલગ નથી. અતઃ, પ્રત્યેક વસ્તુને સામાન્ય વિશેષભયાત્મક સમજવી એ સ્યાદા દર્શન છે. સ્યાદાદના સંબંધમાં કેટલાકનું એમ કહેવું થાય છે કે તે નિશ્ચયવાદ નથી, કિન્તુ સંશયવાદ છે. અર્થાત એક જ વસ્તુને નિત્ય સમજવી અને અનિત્ય પણ સમજવી, અથવા એક જ વસ્તુને સત માનવી અને અસત પણ માનવી એ સંશયવાદ નહિ તે બીજું શું? પરંતુ આ કથન અયુક્ત છે, એમ વિચારકેને સ્પષ્ટ સમજાય છે. સંશયના ૧. સ્યાદ્વાદ” વિષયમાં તાકિાના તકવાદ અતિપ્રબલ છે. “હરિભદ્રસૂરિ'કૃત “અનેકાન્તજયપતાકા” માં આ વિષયને પ્રૌઢ લખાણથી ચમ્યું છે. ૨. ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. આનંદશંકર ધ્રુવે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ” સિદ્ધાન્ત વિષે પિતાને અભિપ્રાય દર્શાવતાં જણાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200