________________
: ૧૬૩ : -
દીવાને તદન નાશ થયે, એમ સમજવાનું નથી. દીવાને પરમાણુસમૂહ બરાબર કાયમ છે. જે પરમાણુસંધાતથી દીવો પ્રગટ્યો છે તે જ પરમાણુ સંધાત, રૂપાન્તર પામી જવાથી પ્રદીપરૂપે નહિ દેખાતાં અલ્પકારરૂપે અનુભવાય છે. સૂર્યની રશ્મિથી પાણી સુકાઈ ગયું જેઈ, પાણીને અત્યન્ત અભાવ થયો સમજવો નહિ. એ પાણું ગમે તે રૂપે પણ બરાબર કાયમ છે. તેના થુલરૂપને નાશ થવાથી સૂક્ષ્મ અવસ્થામાં તેનું (કઈ પણ વસ્તુનું) દર્શન ન થાય, એ બનવાજોગ છે. કેઈ મૂળ વસ્તુ નવી ઉત્પન્ન થતી નથી, અને કઈ મૂળ વસ્તુને સર્વથા નાશ થતું નથી, એ અટલ સિદ્ધાન્ત છે. દૂધનું બનેલું દહીં નવું ઉત્પન્ન થયું નથી. દૂધનું જ પરિણામ દહીં છે. દૂધ રૂપે નષ્ટ થઈ, દહીં રૂપે ઉત્પન્ન થયેલ પદાર્થ પણ દૂધની જેમ ગોરસ કહેવાય છે, એ સર્વને માલૂમ છે. અએવ ગેરસના આહારનો ત્યાગ કરી બેઠેલ, દૂધની જેમ દહીં પણ ખાઈ શકે નહિ. આથી દૂધ અને દહીંમાં ગેરસરૂપી રહેલું સામ્ય બરાબર અનુભવી શકાય છે. આ પ્રમાણે સર્વત્ર સમજી રાખવાનું છે કે મૂળ તો આબાદ છે, અને એમાં જે અનેકાનેક પરિવર્તન થતાં રહે છે, અર્થાત્ પૂર્વ પરિણામને નાશ અને બીજા પરિણામને પ્રાદુર્ભાવ થતું રહે છે, તે વિનાશ અને ઉત્પાદ છે. આથી સર્વ પદાર્થોર ઉત્પાદ,
૧. “
નિ જ કસિ વિગતઃ अगोरसवतो नोमे तस्माद वस्तु प्रयात्मकम्" ॥
–શારાવાર્તાસમુચ્ચય, શ્રી હસ્પિદ્રસૂરિ. " उत्पन्नं दधिभावेन नष्टं दुग्धतया पयः। જો તથા રિથ કાર ચા િશોપ ?”
– અધ્યાત્મોપનિષદ, શ્રી યશોવિજયજી. ૨. વિજ્ઞાનશાસ” પણ વસ્તુને સ્વભાવ જણાવતાં મૂળ પ્રકૃતિને ધ્રુવસ્થિર માને છે અને તેમાંથી ઉત્પન્ન થતા પદાર્થો તેનું રૂપાન્તર, પરિણામાન્તર છે, એમ જણાવે છે. આ રીતે ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યના જૈનસિદ્ધાન્તને વિજ્ઞાન (Science) બરાબર સમર્થન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com