________________
: ૧૫૭ :
*
2
એ સ્મરણુ અને ‘ આ ' એવું રાઝનું પ્રત્યક્ષ દર્શન, એ એના મિશ્રણરૂપ તે જ આ રાઝ ’એ વિશિષ્ટ જ્ઞાન જે થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે. પ્રત્યભિજ્ઞાનનાં ખીજા પ્રકારનાં પશુ ઉદાહરણા છે.
તર્ક. જે વસ્તુ જેનાથી જૂદી પડતી નથી, જે વસ્તુ જેના વગર રહેતી નથી, એ વસ્તુને એની સાથેને જે સહભાવરૂપ ( સાથે રહેવા રૂપ) સબંધ છે, તે સંબંધને નિશ્ચય કરી આપનાર ‘ તર્ક ' છે. દૃષ્ટાંત તરીકે–ધૂમ, અગ્નિ વિના રહેતા નથી. જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. એવા કાઈ ધૂમવાન પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હાય. આવા જે ધૂમ અને અગ્નિને સહભાવ–સ ંબંધ, બીજા શબ્દોમાં કહીએ તા--ધૂમમાં રહેલા અગ્નિની સાથે રહેવાને જે નિશ્ચલ નિયમ, તે તર્કથી સાબિત થઇ શકે છે. એ નિયમને તર્કશાસ્ત્રીઓ ‘ વ્યાપ્તિ’ કહે છે. ધૂમમાં જ્યાં સુધી વ્યાપ્તિને નિશ્ચય ન થયા હોય, ત્યાં સુધી ધૂમને દેખવા છતાં અગ્નિનું અનુમાન થઈ શકે નહિ, એ ખુલ્લી વાત છે. જેણે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિને નિશ્ચય કર્યો છે, તે જ મનુષ્ય, ધૂમ દેખી તે સ્થળે અગ્નિહાવાનું ચાસ અનુમાન કરી શકે છે. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે અનુમાનને માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે, વ્યાપ્તિનિશ્ચય કરવા તર્કની જરૂર છે.
:
એ વસ્તુઓ, અનેક જગ્યાએ સાથે રહેલી દેખવાથી એમને વ્યાપ્તિનિયમ સિદ્ધ થતા નથી, કિન્તુ એ ખેતે જૂદી પાડવામાં શા વાંધા છે એ તપાસતાં વાંધા સિદ્ધ થતા હાય, તેા જ એ તેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થઇ શકે છે. આવી રીતે એ વસ્તુના સાહચયની પરીક્ષા કરવાના જે અધ્યવસાય, તે તક છે. ધૂમ અને અગ્નિના સબંધમાં પશુ— જો અગ્નિ વિના પણુ ધૂમ ાય, તે તે અગ્નિનું કાય થશે નહિ; અને એમ થવાથી ધૂમની અપેક્ષાવાળા અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ. અગ્નિમાંથી ધૂમ પેદા થાય છે, એ પ્રત્યક્ષ છે. કારણ—કાતા, જે લેાકપ્રસિદ્ધ છે, તે ટકશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એટલે એમની પરસ્પર નહિ ’–આવા પ્રકારના
www.umaragyanbhandar.com