________________
: ૧૫૮ ૪ તથી જ તે બેની વ્યાપ્તિ સાબિત થાય છે, અને એ વ્યાતિનિશ્ચયના બલથી અનુમાન કરાય છે. અતએ “તક' પ્રમાણ છે.
અનુમાન, જે વસ્તુનું અનુમાન કરવું હોય તે વસ્તુને છેડી નહિ રહેનારા એવા પદાર્થનું, બીજા શબ્દમાં હેતુનું દર્શન થવું જોઈએ અને એ હેતુમાં અન્ય વસ્તુની વ્યાપ્તિ રહ્યાનું સ્મરણ હેવું જોઈએ. ત્યારે જ કઈ પણ વસ્તુનું અનુમાન થઈ શકે છે.'
જેવી રીતે, કઈ સ્થળે ધૂમની રેખા કોઈ માણસે જોઈ. તે ધૂમની રેખા જોવાથી અને તે ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેવાનું યાદ આવવાથી તે માણસને ઝટ તે સ્થળે અગ્નિ લેવાનું અનુમાન સુરે છે. આમ, અનુમાન થવામાં––ઉપર કહ્યા પ્રમાણે-હેતુનું દર્શન અને હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હેવાનું સ્મરણ અવશ્ય થવું જોઈએ.
“હેતુ” “સાધ્ય” “અનુમેય ' વગેરે બધા સંસ્કૃત શબ્દો છે. “હેતુ” એટલે સાધ્યને સિદ્ધ કરી આપનાર વસ્તુ. જેવી રીતે પૂર્વ કથિત ઉદાહરણમાં “ધૂમ” હેતુનું લક્ષણ-સાધ્યથી કદાપિ ક્યાંય જૂ ન રહેવું એ છે. હેતુને “સાધન” પણ કહે છે. “લિંગ” એ પણ સાધનનું જ નામાન્તર છે. “સાધ્ય ” એ, કે જે વસ્તુનું અનુમાન કરવાનું હોય. જેવી રીતે પૂર્વોક્ત ઉદાહરણમાં અગ્નિ”. “અનુમેય” એ સાધ્યનું નામાન્તર છે. - બીજાના સમજાવ્યા વગર પિતાની જ બુદ્ધિથી “હેતુ” દ્વારા જે અનુમાન કરાય છે, તે “સ્વાર્થનુમાન” કહેવાય છે. બીજાને સમજાવવા જે અનુમાનપ્રયાગ, જેવી રીતે કે-“અહિં અગ્નિ છે, કારણ કે ધૂમ દેખાય છે, જ્યાં જ્યાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ નિયમેન હોય છે, જેમ રસેડામાં; અહીં પણ ધૂમ દેખાઈ રહ્યો છે, માટે અહીં અવશ્ય અગ્નિ છે.” એ પ્રકારે કરવામાં આવે છે, તે “પરાર્થનુમાન” કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદારહણ, ઉપનય અને નિગમન એ પાંચ પ્રકારનાં વાક પ્રાયઃ પરાર્થ અનુમાનમાં જોડાય છે. “આ અગ્નિવાળો પ્રદેશ
સાધના વિશાનમેનુમા વિધા” in
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com