________________
: ૧૫૯ ૪ હવે જોઈએ ” એ “પ્રતિના”-વાક્ય છે. “ કારણ કે અહીં ધૂમ દેખાય છે” એ “હેતુ”-વાક્ય છે. રસોડાનું ઉદાહરણ આપવું એ “ઉદાહરણ” વાક્ય છે. ઉદાહરણ આપ્યા પછી “ અહીં પણ (રસાની જેમ) ધૂમ દેખાઈ રહ્યો છે ” એ “ઉપનય–વાય છે, માટે અહીં અગ્નિ અવશ્ય છે ” એ “ નિગમન –વાય છે. આવી રીતે સર્વે અનુમાનમાં યથાસંભવ અનુસંધાન કરી લેવું.
જે હેતુ બે હેય, તે “હેવાભાસ' કહેવાય છે. હેત્વાભાસથી સાચું અનુમાન કાઢી શકાતું નથી.
આગમ. જેમાં પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણેથી વિરુદ્ધ કથન ન હેય, આત્માની ઉન્નતિને લગતું જેમાં મહાન પ્રવચન હોય, એવું–તત્વના ગંભીર સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારું, રાગદ્વેષ ઉપર દબાવ કરી શકનારું પવિત્ર શાસ્ત્ર “આગમ” કહેવાય છે.
સદ્દબુદ્ધિથી યથાર્થ બોલનારને “આમ” કહેવામાં આવે છે. એવા આપ્તનું કથન “આગમ' કહેવાય છે. સહુથી પ્રથમ નંબરે આંખ એ છે કે–જેના રાગ આદિ સર્વ દેશે ક્ષીણ થયા છે અને જેણે પિતાના નિર્મળ જ્ઞાનથી બહુ ઉચ્ચ પ્રકારને ઉપદેશ આપ્યો છે.
આગમમાં પ્રકાશિત કરેલું તત્ત્વજ્ઞાન ગંભીર હોય છે. અતએવા તટસ્થભાવથી વિચાર કરવામાં ન આવે, તે અર્થને અનર્થ થઈ જવા પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રહને ત્યાગ, જિજ્ઞાસા, ગુણની પ્રબલતા અને સ્થિર તથા સુક્ષ્મદષ્ટિ એટલાં સાધને પ્રાપ્ત થયાં હોય, તે આગમનાં તોના ઊંડાણભાગમાં પણ નિર્ભીકતાથી વિચરી શકાય છે.
વણી વખતે ઉપલક દષ્ટિએ વિચારતાં કેટલાક મહર્ષિઓના વિચારોમાં વિહત માલૂમ પડે છે, પરંતુ તે વિચારે ઊંડા ગર્ભમાં પ્રવેશ કરવાથી અને પૂર્વાપરનું ખૂબ અનુસંધાન કરવાથી, તથા તે વિચારોને પરસ્પર સંગત કરવા તરફ સૂક્ષ્મ નજર ફેંકવાથી તે વિચારોમાં સામ્ય રહેલું જોઈ શકાય છે.
પ્રમાણુની વ્યાખ્યા જોઈ. પ્રમાણથી જેનશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ સિહાન સાબિત કરવામાં આવ્યું છે. એ સિદ્ધાન્તનું નામ છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com